For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વૉશિંગ્ટનમાં પાક પીએમ ઈમરાન ખાન સામે લાગ્યા આઝાદીના નારા

Video: વૉશિંગ્ટનમાં પાક પીએમ ઈમરાન ખાન સામે લાગ્યા આઝાદીના નારા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા સાથે ચાલુ તણાવપૂર્ણ સંબંધોને કારણે પહેલેથી પડકારજનક છે ત્યારે હવે બલૂચિસ્તાને ઈમરાન ખાનનું ટેન્શન વધારી દીધું છે. રવિવારે ઈમરાન ખાન વૉશિંગ્ટનમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા જેમાં પાકિસ્તાનના નાગરિક હાજર હતા. આ સભામાં કેટલાક બલૂચ કાર્યકર્તા પણ હતા અને તેમણે બલૂચિસ્તાનની આઝાદીના નારા લગાવ્યા હતા. નારાબાજીની વચ્ચે જ ઈમરાન બોલતા રહ્યા અને કાર્યકર્તાઓ પાકિસ્તાનથી આઝાદીના નારા લગાવતા રહ્યા.

બલૂચ લોકોની હત્યા બંધ કરો

બલૂચ લોકોની હત્યા બંધ કરો

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે તેમાં બલૂચ કાર્યકર્તાઓને એમ કહેતા સાંભળવામાં આવી શકે છે કે,'બલૂચ લોકોની હત્યા બંધ કરો. અમને પાકિસ્તાનથી આઝાદી દો, અમે બલૂચિસ્તાનના છીએ.' બલૂચ એક્ટિવિસ્ટ ગેલેરીમાં એકઠા થયા હતા અને સુરક્ષાકર્મીઓને તેમણે બહાર જવા માટે બોલવું પડી રહ્યું હતું. પરંતુ તેમણે કોઈની ન સાંભળી અને સતત નારેબાજી કરતા રહ્યા. આ ડેકારા વચ્ચે ઈમરાન પણ પોતાનું સંબોધન આપવામાં લાગ્યા હતા. આજે ઈમરાન ખાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ને મળશે. આ મુલાકાત પહેલા પણ બલૂચિસ્તાનના કાર્યકર્તા પોતાના પ્લાન સાથે રેડી છે. બલૂચ સંગઠને વૉશિંગ્ટનમાં એક મોબાઈલ બિલબોર્ડ કેમ્પેન લૉન્ચ કરી દીધું છે. આ કેમ્પેન દ્વારા તેઓ ટ્રમ્પથી પાકિસ્તાનમાં જબરદસ્તી ગાયબ થઈ રહ્યા બલૂચ લોકોની તલાશમાં મદદની માંગ કરી રહ્યા છે.

ઈમરાન પહોંચતાં જ કેમ્પેન એક્ટિવ

ઈમરાન પહોંચતાં જ કેમ્પેન એક્ટિવ

વૉશિંગ્ટનની દરેક ગલીમાં કેમ્પેન સાથે જોડાયેલ મોબાઈલ બિલબોર્ડ જોવા મળી શકે છે. પીએમ ઈમરાન અહીં પહોંચતા જ આ કેમ્પેન એક્ટિવ થઈ ગયા છે. ઈમરાન, રવિવારે પોતાના પહેલા અમેરિકી પ્રવાસ પર વૉશિંગ્ટન પહોંચે છે. વર્લ્ડ બલૂચ ઓર્ગેનાઈઝેશન તરફથી બલૂચ લોકોના રાજનૈતિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોના ઉદ્દેશ્યથી એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પને અપીલ

આ કેમ્પેનમાં ટ્રમ્પને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ બલૂચિસ્તાનમાં બલૂચ લોકોના માનવાધિકાર હનનને ખતમ કરવામાં મદદ કરે. અગાઉ એક અહમદિયા મુસલમાન શાન તાસીરે પણ ટ્રમ્પ સમક્ષ માંગણી કરી છે કે ઈમરાન સામે તેઓ પાકિસ્તાનમાં ચાલી રહેલ ક્રિશ્ચિયન સમુદાયના લોકોની હત્યાનો મામલો ઉઠાવે. ટ્રમ્પે આના પર વચન આપ્યું કે તેઓ આ વિશે જરૂર વાત કરશે.

કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત? કેટલાય કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત? કેટલાય કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો

English summary
Video: Freedom slogans against Pak PM Imran Khan in Washington
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X