Video: દરિયામાં તણાઇ ગયેલ બે હાથીને નૌસેનાએ કઇ રીતે બચાવ્યા?

રવિવારે શ્રીલંકાની નૌસેના દ્વારા દરિયાના પાણીમાં તણાઇ રહેલાં બે વિશાળ હાથીને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે 12 કલાક ચાલ્યું હતું. જુઓ વીડિયો

થોડા સમય પહેલાં શ્રીલંકાના દરિયામાં બે હાથી તણાઇ ગયા હતા. દરિયાની વચ્ચોવચ્ચ ફસયાયેલા આ હાથીઓને બચાવવા માટે નૌસેનાના કર્મચારીઓ આગળ આવ્યા હતા. હાથી જેવા વિશાળકાય પ્રાણીને દરિયામાંથી બહાર કાઢવું સૌથી કપરું કામ છે. નૌસેનાના કર્મચારીઓને પણ સખત પરિશ્રમ બાદ હાથીઓને બચાવવામાં સફળતા મળી હતી.

elephant rescue operation sri lanka

આ બે ડૂબતા હાથીઓને બચાવવા માટે નૌસેના દ્વારા કપરું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ નૌસેના એક વિશાળ સ્ટીમર લઇ જ્યાં હાથી ડૂબી રહ્યાં હતા, ત્યાં પહોંચી હતી. સ્ટીમર અને નાની હોડીમાં સવાર નૌસેનાના કર્મચારીઓએ હાથીની આજુ-બાજુ દોરી નાંખી તેમને બાંધ્યા હતા. ત્યાર બાદ દોરી ખેંચીને તેમને ધીરે-ધીરે કિનારા તરફ ખેંચવામાં આવ્યા.

રવિવારે હાથ ધરવામાં આવેલ આ બચાવ અભિયાન લગભગ 12 કલાક ચાલ્યું હતું. નૌસેનાના કર્મચારીઓની લાંબી ગાડમથલ બાદ આ બે હાથીને સુરક્ષિત રીતે ત્રિનકોમાલી દરિયાકિનારે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ તુરંત જંગલમાં જતા રહ્યાં હતા.

બે હાથીની બચાવ અભિયાનનો સંપૂર્ણ વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X