For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના વિઝા પર પ્રતિબંધ યથાવત રહે: યુએસ પેનલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

1 મે, વોશિંગ્ટન: કોંગ્રેસ દ્રારા સ્થાપિત એક ઇન્ડિપેન્ડેટ પેનલે (ધાર્મિક આઝાદી પર આધારિત) અમેરિકાની સરકારને કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા વિઝા બેનને યથાવત રાખવામાં આવે. આ સમિતિનું કહેવું છે કે એવા પુરાવા હાજર છે જે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને નરેન્દ્ર મોદીની સાથે જોડે છે.

યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલીઝિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)ની અધ્યક્ષા કેટરીના લેંટોસ સ્વેટે વાર્ષિક રિપોર્ટ જાહેર કરવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કહ્યું હતું કે એવા ઘણા પુરાવા છે જે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં થયેલી હિંસા સાથે જોડે છે. જેથી નરેન્દ્ર મોદીને વિઝા આપવા યોગ્ય નથી.

યુએસસીઆઇઆરએફની વાર્ષિક રિપોર્ટમાં ધાર્મિક આઝાદીના મુદ્દા પર ભારતને ટીયર-2 દેશોની યાદીમાં રાખવામાં આવ્યો છે. આ યાદીમાં અફઘાનિસ્તાન, અઝરબૈઝાન, ક્યૂબા, ઇન્ડોનેશિયા, કઝાનિસ્તાન, લાઓસ અને રૂસ જેવા સાત દેશોનો પણ સમાવેશ થાય છે.

narendra-modi-read-book

પોતાના વાર્ષિક રિપોર્ટમાં યુએસસીઆઇઆરએફે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે નરેન્દ્ર મોદી એકલા એવા વ્યક્તિ છે જેમના વિરૂદ્ધ અમેરિકાએ ધાર્મિક આઝાદીના આધાર પર વિઝા પ્રતિબંધની જોગવાઇ લાગૂ કરવામાં આવી છે. અમેરિકાએ ગુજરાતના રમખાણોને લઇને માર્ચ 2005માં નરેન્દ્ર મોદી પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. આ રમખાણોમાં અંદાઝે 1100 થી 2000 મુસ્લિમોના મોત નિપજ્યાં હતા.

યુએસઆઇઆરએફે સ્ટેટ એન્ડ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ પાસે અપીલ કરવામાં આવી છે કે આવા લોકોની યાદી ફરીથી તૈયાર કરવામાં આવે, જેમના પર યુએસમાં પ્રવેશવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2012માં વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અમેરિકી નીતિને યથાવત રાખવાની વાત કરવાની આવી હતી.

English summary
A Congress-established independent panel on religious freedom has called on the US to maintain a visa ban on Gujarat Chief Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X