11 હજાર વર્ષ પૂર્વે થયું’તું દફન, દરિયાની ગોદમાં મળ્યું એક શહેર

baltic-sea
લંડન, 24 ફેબ્રુઆરીઃ વિશ્વભરમાં શોધકર્તાઓ દ્વારા અનેકવિધ શોધ કરવામાં આવે છે, જેમાં ક્યારેક વર્ષો જૂના શહેરો હોય છે, તો પછી ક્યારેક પ્રાચીન સમયની હસ્તકાળાઓ અને તેમની રહેણી કહેણી સાથે જોડાયેલી બાબતો હોય છે, આ વખતે પણ શોધકર્તાઓ દ્વારા એક શોધ કરવામાં આવી છે, પરંતુ શોધ અન્ય કરતા વધુ રસપ્રદ છે. સ્વીડન નજીક બાલ્ટિક સમુદ્રમાં 11 હજાર વર્ષ જૂની કોલોની મળી આવી છે. જેમાં 11 હજાર વર્ષ પૂર્વેની શિલ્પકૃતિઓ સારી રીતે સંરક્ષિત છે.

વર્ષો પહેલા આ કોલોનીને કેટલાક સ્વીડિશ છોડીને જતાં રહ્યાં હતા, તેમ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાઇટને સ્વીડન એટ્લાન્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઇટ સ્વિડનમાં સ્કેન કાઉન્ટીના દરિયા કાંઠે હાનો નામની રેતીની ખાડીથી 52 ફૂટ નીચે દફન છે.

આ કોલોનીમાંથી ઘણી વસ્તું મળી આવી છે, જેમાં લાકડાના ટૂકડા, ચકમક ઓજાર, પ્રાણીઓના શિંગડા, દોરડાં, પ્રાણીઓના હાડકાંમાંથી બનેલા ભાલાઓ મળી આવ્યા છે, જે 17મી સદીના છે. કોલોનીમાંથી મળેલી વસ્તુઓ અંગે કહેવામાં આવ્યું છે કે, 11 હજાર વર્ષ પૂર્વે આ પ્રકારની ખાડીમાં ઝાડ અને હાડકાંમાંથી બનેલી સામગ્રીને સંરક્ષિત રાખવામાં આવી હતી, તેથી તે આટલી સુરક્ષિત છે, જો આને કોઇ સૂકી જમીનમાં સંરક્ષિત કરવામાં આવી હોત તો માત્ર પથ્થરમાંથી બનેલી વસ્તુ જ બચી હોત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X