વોલમાર્ટ વર્કર સ્ટોરના બાથરૂમમાં ચલાવતો હતો સેક્સનો ધંધો

વોલમાર્ટના સંચાલકોના અનુસાર ફોસ્ટર કામ દરમિયાન જ સ્કીટોરના બાથરૂમમાં જ પોતાના કસ્ટમરને સર્વિસ પૂરી પાડતો હતો. આ શરમજનક કૃત્યની જ્યારે તેમને જાણ થઇ તો તેમણે તુરંત પોલીસને જાણ કરી દીધી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે એક ગુપ્ત મિશનની રીતે ફોસ્ટરને રંગે હાથે ઝડપી પાડ્યો. પોલીસ પોતે કસ્ટમર બનીને ફોસ્ટર પાસે સેક્સ માટે સોદો કર્યો. ત્યારબાદ તેને રૂપિયા સાથે ધરપકડ કરી લેવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર વોલમાર્ટ સ્ટોરમાં જ કામ કર્યા બાદ સ્ટોરના બાથરૂમમાં તે પોતાના ગ્રાહકોને સર્વિસ પૂરી પાડતો હતો. તેમજ એક વેબસાઇટ અનુસાર ફોસ્ટરે આ કામ માટે બાથરૂમમાં વિજ્ઞાપન પણ લગાવી રાખ્યું હતું. એટલું જ નહીં આ કામ માટે ફોસ્ટરે એક સાર્વજનિક પુસ્તકાલયમાં પણ જાહેરાત લગાવી રાખી હતી. ફોસ્ટરને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
