મંગળ ગ્રહ પર મળ્યું પાણી, નાસાનો મોટો ખુલાસો
મંગળ ગ્રહ પણ નાસાને મળી આવ્યું પાણી. એટલું જ નહીં નાસાને અહીં પાણીના ઝરણાં પણ મળ્યા. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (નેશનલ અરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) આ ચોંકવનારો ખુલાસો આજે કર્યો છે. કે મંગળ ગ્રહ પર વહેતા પાણીના જળસ્ત્રોતના સંકેતો મળ્યા છે.
નોંધનીય છે કે મંગળ ગ્રહની પરિક્રમા નાસાનો એક ઉપગ્રહ કરી રહ્યો છે. જેના દ્વારા જ આ માહિત પ્રાપ્ત થઇ છે. પાણીના સ્ત્રોત મળતા ત્યાં જીવનની આશા હોવાની વાત શક્યતા પણ વધી ગઇ છે. જો કે પૃથ્વી સિવાય હજી સુધી અન્ય કોઇ ગ્રહ પણ પાણીના પુરાવા નહતા મળ્યા. ત્યારે નાસાની આ શોધે લાલ ગ્રહ મંગળને ખાસ બનાવી દીધો છે.

SITIના ઇન્સ્ટીટ્યૂટ ઓફ પ્લોનેટરીના વૈજ્ઞાનિક જેનિસ વિશપ મુજબ મંગળ પણ પાણી મળવું ઉત્સાહજનક વાત છે. વધુમાં વૈજ્ઞાનિકો કહ્યું છે ઉનાળા સમયે આ ગ્રહ પર ખારા પાણીના ઝરણાં વહેતા હશે.
આ પહેલા પણ મંગળ પર પાણી હોવાની વાતો ચર્ચાતી રહી છે. ત્યારે નાસાના આ ઠોસ પુરાવાએ તે આશ પણ વધારી દીધી છે કે મંગળ ગ્રહ પર જીવન હોઇ શકે. સુત્રોનું માનીએ તો આ પાણી એટલા પ્રમાણમાં છે કે તેનાથી અનેક નદી અને તળાવો ભરાઇ શકે. ત્યારે મંગળ ગ્રહ પર પાણીની આ રોચક વીડિયો જુઓ અહીં.












Click it and Unblock the Notifications
