For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવાની જાળમાં ફસાયા છે અમે, દેશ ચલાવવા માટે પૈસા નથીઃ ઈમરાન ખાન

પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે દેશને ચલાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાસે પૈસા નથી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે દેશને ચલાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાસે પૈસા નથી. ઈસ્લામાબાદમાં એક ઈવેન્ટમાં અધિકારીઓને સંબોધિત કરતા ઈમરાન ખાને પહેલાની સરકારો પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે પહેલાની સરકારોએ પોતાના સમયમાં નુકશાન કરતા પ્રોજેક્ટને પોતાના હાથમાં લઈને દેશની સાથે નુકશાનનો સોદો કર્યો. ઈમરાન ખાન શરૂઆતથી જ દેશના આર્થિક ગોટાળાઓ માટે પહેલાની સરકારો પર હુમલા કરી ચૂક્યા છે અને આના કારણે જ તેમણે આવતાની સાથે જ નકામા ખર્ચાઓ પર રોક લગાવવાની વાત કરી છે.

આપણે પોતાને અને દેશને બદલવાની જરૂર

આપણે પોતાને અને દેશને બદલવાની જરૂર

પાકિસ્તાનમાં ‘ધ ડૉન' ન્યૂઝના જણાવ્યા અનુસાર ઈમરાન ખાને કહ્યુ કે દેશની મોટાભાગની સંખ્યા યુવાનોની છે અને નોકરીઓ શોધી રહી છે. તેમણે કહ્યુ કે આપણે પોતાને અને દેશને બદલવાની જરૂર છે. ખાને આગળ કહ્યુ કે જ્યારે સરકારોએ લોકોની જવાબદારી લેવી જોઈએ તો લોકોએ પણ સરકારનું સ્વાગત કરવુ જોઈએ.

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરના કુલગામમાં એનકાઉન્ટર, ચૌગામમાં 5 આતંકીઓ ઠાર મરાયાઆ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરના કુલગામમાં એનકાઉન્ટર, ચૌગામમાં 5 આતંકીઓ ઠાર મરાયા

ખુદાએ આ સંકટ પેદા કર્યુ હશે...

ખુદાએ આ સંકટ પેદા કર્યુ હશે...

ઈમરાન ખાને અધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ, ‘બની શકે કે ખુદાએ આ સંકટ પેદા કર્યુ હશે કારણકે તે આપણને બદલવા ઈચ્છે છે.' ઈમરાને અધિકારીઓને આશ્વાસન આપ્યુ કે તે તેમને કોઈ પણ અનુચિત રાજકીય દબાણથી બચાવશે. ખાને આગળ કહ્યુ કે જો દેશ અને સરકાર એક સાથે છે તો એવા કોઈ પડકાર નથી જેનો આપણે સામનો ન કરી શકીએ.

અધિકારીઓના પગાર અંગે ચિંતા...

અધિકારીઓના પગાર અંગે ચિંતા...

ઈમરાન ખાને પોતાના દેશના અધિકારીઓના પગાર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે પહેલા ભ્રષ્ટાચાર ઓછો હતો એટલા માટે તેમને સારુ વેતન પણ મળતુ હતુ. પીટીઆઈ પ્રમુખે કહ્યુ, ‘અમલદારશાહીએ સૌથી સારી પ્રતિભાને આકર્ષિત કરી હતી કારણકે તેમને સારી રીતે વળતર આપવામાં આવતુ હતુ.' ઈમરાન ખાને આગળ કહ્યુ કે ભલે કોઈ અધિકારી મારા પક્ષ કે પીટીઆઈને પસંદ નથી કરતા પરંતુ જો તે દેશ માટે કામ કરી રહ્યા છે તો તેઓ હંમેશા તેમના માટે ઉભા રહેશે.

આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો યથાવત, જાણો શું છે ભાવઆ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો યથાવત, જાણો શું છે ભાવ

English summary
We are stuck in debt-trap, no money to run country: Pakistan's PM Imran Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X