For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે સાઉદી અરબમાં ભારતીય કામદારોની મદદ કરીશું : વાયલાર રવિ

|
Google Oneindia Gujarati News

vaylar-ravi
દુબઇ, 1 મે : સાઉદી અરબમાં નવી કામદાર પોલિસી અમલમાં આવવાને કારણે મુશ્કેલીમાં મુકાલેયા ભારતીય કામદારોની મદદ કરવા માટે ભારત સરકાર 3 લીગલ ફર્મની મદદ લેવાનું આયોજન કરી રહી છે. સાઉદી અરબમાં રિયાધ ખાતે આવેલી ભારતીય એલચી કચેરીમાં પત્રકારોને સંબોધતા ભારતીય વિદેશી બાબતોના પ્રધાન વાયલાર રવિએ જણાવ્યું કે અમે સાઉદી અરબમાં મુશ્કેલીમાં મુકાયેલા અને મદદની જરૂર હોય તેવા કામદારોને સહાય કરવા માટે ત્રણ કાયદાકીય કંપનીઓને રોકીશું.

વાયલાર રવિએ જણાવ્યું કે "3 કંપનીઓની સેવાઓ લેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ભવિષ્યમાં અમે તેની સંખ્યામાં વધારો કરીશું અને વધારે કંપનીઓ તથા લૉયર્સ રોકીશું. સાઉદી અરબમાં જે પણ થઇ રહ્યું છે તે કાયદાકીય રીતે થઇ રહ્યું છે. અહીંની કામદાર નીતિ ભેદભાવયુક્ત નથી. અમે આપણા ભારતીય કામદારોનું સ્ટેટસ કાયદેસર બને તે માટે તમામ બનતા પ્રયત્નો કરીશું."

રવિ સાઉદી અરબના આંતરિક બાબતોના પ્રધાન અહેમદ બિન મહોમ્મદ અલ સાલેમ સાથે મુલાકાત બાદ રિયાધમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. તેઓ રાજ્ય વિદેશ પ્રધાન ઇ અહેમદ અને વડાપ્રધાનના સલાહકાર ટીકેએ નાયર સાથે ગુડવિલ મિશન પર સાઉદી અરબની મુલાકાતે આવેલા છે.

આ મુદ્દે સાઉદી અરબે ભારતને ખાતરી આપી છે કે તેઓ ગેરકાયદેસર ભારતીય કામદારો સાથે માનવીય ધોરણે વ્યવહાર કરશે. સાઉદી અરબની નવી લેબર પોલિસી નિતાકતમાં દરેક સાઉદી કંપનીમાં સાઉદી અરબના લોકો માટે 10 ટકા જગ્યા અનામત રાખવાનો નિયમ ઘડવામાં આવ્યો છે.

રવિએ જણાવ્યું કે સાઉદી અરબની 10 સામુદાયિક શાળાઓમાં ભારતીય કામદારો માટે ઇમર્જન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવા માટેની સેવા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભારતમાં લોકોને બિનકાયદેસર રીતે સાઉદી અરબ મોકલતા એજન્ટો પર કાર્યવાહી કરવાના મુદ્દે રવિએ જણાવ્યું કે "છેલ્લા કેટલાક સમયથી અમારું મંત્રાલય આ બાબતમાં નિયમિત રીતે જાહેરાતો આપતું રહે છે. જો કે આવા કેમ્પેઇનથી ખાસ લાભ થયો નથી. આ સમસ્યા દૂર કરવા ભારત અને સાઉદી અરબના અધિકારીઓની એક સંયુક્ત પેનલ પણ બનાવવામાં આવી છે. સાઉદી અરબમાં હાલ 2 મિલિયન ભારતીય કામદારો છે તેમાંથી કેટલાક બ્લ્યુ કોલર વર્કર્સ છે."

English summary
We will help Indian workers in Saudi Arabia : Vayalar Ravi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X