US Presidential Polls: ભારતીય- અમેરિકી સમૂહે બિડેન અને હેરિસનું સમર્થન કર્યું
US Presidential Polls: ભારતીય- અમેરિકી સમૂહે બિડેન અને હેરિસનું સમર્થન કર્યું
વૉશિંગ્ટનઃ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણીને લઈ ગરમી વધી ગઈ છે. એક પ્રભાવશાળી ભારતીય- અમેરિકી સમૂહે ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ પદના ઉમેદવાર જો બિડેન અને વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવરા કમલા હેરિસનું સમર્થન કર્યું છે.

ભારત- અમેરિકી સંબંધોની હિમાયત કરતા સંગઠન આઈએમપીએસીટીએ કહ્યું કે તેણે પોતાના ઉમેદવારોનું સમર્થન કરવા માટે ધનનો સંગ્રહ કરી લીધો છે. આઈએમપીએસીટીએ હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવ માટે ચાલી રહેલ અન્ય ભારતીય- અમેરિકી ઉમેદવારનો પણ સમર્થન આપ્યું છે. જેમાં કોંગ્રેસની એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના સામેલ છે. તેમણે કહ્યું કે અમે ભારતીય- અમેરિકી સમુદાયને એક એવા ઉમેદવાર ચૂટવા માટે પ્રેરિત કરશું જેઓ અમારા બધા માટે ન્યાય પ્રિય હોવાની સાથે જ સમાનતા પ્રદાન કરનારા હશે.
જણાવી દઈએ કે આગામી 3 નેમ્બરે અમેરિકાના પ્રેસિડેન્ટ પદની ચૂંટણી થનાર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી હંમેશા નવેમ્બરના પહેલા સોમવાર પચી આવતા મગળવારે જ થાય છે. અમેરિકાની રાજનૈતિક વ્યવસ્થામાં મુખ્ય રૂપે બે પાર્ટીનો જ દબદબો છે, માટે આ બે પાર્ટીમાંથી જ કોઈ એક પાર્ટીના પ્રેસિડેન્ટ હોય છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે, રિપબ્લિકન પાર્ટી અમેરિકાની સૌથી જૂની પાર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે અમેરિકાની બીજી પ્રમુખ પાર્ટી ડેમોક્રેટિક એક લિબરલ પાર્ટી છે અને જો બાઈડન આ વખતે આ પાર્ટીના ઉમેદવાર છે. જો બાઈડન એક અનુભવી રાજનેતા છે, બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન જો બાઈડન આઠ વર્ષ સુધી દેશના ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારે જો ભારતીય સમૂહ જો બાઈડનને સમર્થન આપે તો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
