મોદીને નિમંત્રણઃ ઉભા થયેલા ભ્રમ અંગે વ્હાર્ટને વ્યક્ત કર્યો ખેદ

વ્હાર્ટન સ્કૂલે એક નિવેદનમાં જણાવ્યું, 'ફોરમના છાત્ર આયોજકોએ નરેન્દ્ર મોદીનું પ્રસ્તાવિત મુખ્ય ભાષણ રદ કરવાની ઘોષણા કરી છે. અમે આ ફોરમના આયોજનમાં અમારા છાત્રોના પ્રયત્નોને અમે વધાવીએ છીએ, પરંતુ કાર્યક્રમમાં ફેરબદલથી ઉભી થયેલી સ્થિતિ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.' આ ફોરમની શરૂઆત 1996માં થઇ હતી જે પેન્સિલવાનિયા વિશ્વવિદ્યાલયની વ્હાર્ટન સ્કૂલ દ્વારા આયોજિત છાત્રોનું ભારત કેન્દ્રિત વાર્ષિક સંમેલન છે.
આ સંમેલનને ભારત કેન્દ્રિત સૌથી પ્રતિષ્ઠિત વ્યાપાર સંમેલન તરીકે જોવામાં આવે છે. 23 માર્ચે ફિલ્ડેલ્ફિયામાં થનારા ફોરમની બેઠકમાં વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી મુખ્ય સંબોધન આપવા માટે મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ વિશ્વવિદ્યાલયના કેટલાક પ્રોફેસર્સ અને છાત્રોના વિરોધ બાદ તેમના ભાષણને રદ કરવામાં આવ્યું હતું.
આ વચ્ચે આમ આદમી પાર્ટીના એક પ્રવક્તાએ ગત કાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે, ફોરમે મોદીના સ્થાન પર સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલને આમંત્રિત કરવામાં આવ્યા છે, પરંતુ (ડબલ્યુઆઇઇએફ)ના એક પ્રવક્તા્એ જણાવ્યું કે આ સંબંધમાં હજુ સુધી કોઇ ઘોષણા કરવામાં આવી નથી. આ પહેલા ફોરમમાં મુખ્ય ભાષણ આપનારા પૂર્વ પ્રધાનમંત્રી એપીજે અબ્દૂલ કલામ, કેન્દ્રિત નાણામંત્રી પી ચિદમ્બરમ, ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
