• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે ભારતે ચીનને ઘરમાં ઘૂસીને માર્યું હતું, 3 દિવસમાં 300 ચીની સૈનિકોને ઠાર માર્યા હતા

|

ચીન ક્યારેય ના હારે તેવું કોઈ માનતા હોય તો બિલકુલ ખોટું છે. તેને હરાવી શકાય છે. ભારતે 1967માં ચીનને હરાવી આખી દુનિયાને આ વાત જણાવી દીધી હતી. ચીનના ઉકસાવવા પર ભારતે તેના જ ઘરમાં ઘૂસીને ચીનને માર્યું હતું. આ લડાઈમાં ચીનના 300 સૈનિક ઠાર મરાયા હતા જ્યારે ભારતના 65 જવાન શહીદ થયા હતા. આ શર્મનાક હારન ચીન ક્યારેય ઉલ્લેખ પણ નથી કરતું. આ લડાઈ સિક્કિમ- તિબેટ સીમા પાસેના નાથુલા પાસે લડવામાં આવી હતી અને પૂર્વ મેજર જનરલ વીકે સિંહ આ યુદધના હિરો હતા. તેમણે એક પુસ્તક લખ્યું- 'भारतीय सेना में नेतृत्वः बारह सैनको की जीवनी'. આ પુસ્તકમાં તેમણે 1967ના આ ગૌરવશાળી યુદ્ધનું રોચક વર્ણન કર્યું છે. તે સમયે વીકે સિંહ યુવાન હતા અને સિક્કિમ સ્થિત ડિવિજનલ સિગ્નલ રેજિમેંટમાં કેપ્ટનના પદ પર તહેનાત હતા. તે સમયે સિક્કિમ ભારતનું પૂર્ણ રાજ્ય નહોતું બલકે સંરક્ષિત રાજ્ય હતું. સિક્કિમની વદેશ નીત અને સુરક્ષાની જવાબદારી ભારત પર હતી.

Ladakh LAC Tension : Donald Trump ने क्यों बोला PM Modi का Mood अच्छा नहीं है | वनइंडिया हिंदी
જનરલ સગત સિંહની દિલેરી

જનરલ સગત સિંહની દિલેરી

1965ની લડાઈમાં જ્યારે પાકિસ્તાન ભારતથી હારવા લાગ્યું તો તે ચીનને મદદ માટે મિન્નતો કરવા લાગ્યું. પકિસ્તાનના તત્કાલિન પ્રેસિડેન્ટ જનરલ અયૂબ ખાંની સતત ગુહારથી ચીન પણ ભારત પર દબાણ બનાવવા માટે રાજી થઈ ગયું. ચીને ભારતને સિક્કિમ સીમા પાસે નાથુલા ઘાટ અને જેલેપ લા સ્થિત ચોકીઓને ખાલી કરવાનું અલ્ટીમેટ આપી દીધું. જ્યાં ભારતીય ફોજની 27 માઉંટેન ડિવિઝન તહેનાત હતી જેની કમાન જનરલ સગત સંહના હાથમાં હતી. કોર મુખ્યાલયના લેફ્ટિનેંટ જનરલ જી જી બેવૂરે સગત સિંહને બંને ચોકીઓ ખાલી કરવાનો આદેશ આપ્યો. સગત સિંહે જેલેપ લાની ચોકી તો ખાલી કરી દીધી પરંતુ નાથુલા ઘાટની ચોકી ખાલી કરવાથી ઈનકાર કરી દીધો. પોતાના સીનિયર ઑફિસરના આદેશનું ઉલ્લંઘન કરવું સેનામાં સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. પરંતુ સગત સંહે દેશ હિતમાં કોર મુખ્યાલયના આદેશને ઠુકરાવી દીધો. મેજર જનરલ જીજી બેબૂર પોતાના આદેશની અનદેખી પર ભડકી ગયા. સગત સિંહે તર્ક આપ્યો કે નાથુલા ઉંચાઈ પર ચે જ્યાંથી ચીની ચોકિઓ પર નજર રાખવામાં આવી શકે છે. આ ચોકીને ખાલી કરવાનો મતલબ છે કે અમે દુશ્મનને ગિફ્ટમાં જીત આપી રહ્યા છીએ. સગત સિંહની આ દિલેરી જ 1967માં ભારતના જીતનું કારણ બની હતી.

યુદ્ધનું કારણ

યુદ્ધનું કારણ

નાથુલા હમાલય ક્ષેત્રમાં આવેલ એક પહાડી ઘાટ છે જે ભારતના સિક્કિમ અને તિબેટની ચુમ્બી ઘાટીને જોડે છે. નાથુલા ઘાટ સિક્કિમની રાજધાની ગંગટોક નજીક 55 કિમી દૂર પૂર્વમાં સ્થિત છે. 1965માં જ્યારે ભારતે નાથુલા ચોકી ખાલી ના કરી તો ચીન ઉકસાવવાની નીત પર ચાલવા લાગ્યું. તેણે નાથુલા ચોકી પાસે પોતાના વિસ્તારમાં કેટલાય લાઉડસ્પીકર લગાવી રાખ્યાં હતાં. તે લાઉડસ્પીકરોથી ભારત સામે આગ વરસાવતા. પાછળ ના હટવા પર 1962નું પરણામ ભોગવવાની ધમકી આપતા. તેઓ ભારતીય સૈનિકોને ખિજવવા માટે ઓછા પગાર અને ઓછી સુવિધાના ટોણાં મારતા. ત્યારે સગત સિંહે પોતાના સૈનિકોનું મનોબળ વધારવા માટે જવાબ આપવાનો ફેસલો કર્યો તેમણે ચીની ભાષામાં એક સંદેશ રેકર્ડ કરાવ્યો જેમાં ચીનીઓને ધૂળ ચટાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરરોજ લાઉડસ્પીકરથી આ સંદેશ પ્રસારિત કરાવવામાં આવ્યો. જે બાદ સગત સિંહ ચીનને કરારો જવાબ આપવા માટે મોકો શોધવા લાગ્યા. 1965માં ચીની સૈનિકોએ ઉત્તરી સિક્કિમમાં 17 આસામ રાઈફલ્સની પેટ્રોલિંગ ટીમ પર ફાયરિંગ કરી બે જવાનોની હત્યા કરી હતી. સગત સિંહ તેનો બદલો પણ લેવા માંગતા હતા.

ચીને ઘાત લગાવી હુમલો કર્યો

ચીને ઘાત લગાવી હુમલો કર્યો

ચીનના દુષ્પ્રચાર, ઘુસણખોરીની કોશિશોથી આજીજ થઈ ભારતીય સેનાએ નક્કી કર્યું કે નાથુલાથી સેબુલા સુધી ભારતી ચીન-સીમા પર કાંટાળા તારની ફેન્સિંગ લગાવશે. 11 સપ્ટેમ્બર 1967ના રોજ સીમા પર તારની ઘેરાબંધી શરૂ થઈ. 70 ફિલ્ડ કંપનીના એન્જીનિયર્સ અને 18 રાજપૂતના જવાન ફેન્સિંગ લગવવાના કામમાં લાગીગયા. 2 ગ્રેનેડિયર્સના કમાંડિંગ ઑફિસર લેફ્ટિનેંટ કર્નલ રાય સિંહ પતાના કમાંડો ટૂકડી સાથે ઘેરાબંધીની દેખરેખ કરી રહ્યા હતા. ત્યારે ચીનના રાજનૈતિક પ્રતિનિધિ કેટલાક સૈનિકો સાથે ત્યાં પહોંચી ગયા. ચીની પ્રતિનિધિ ટૂટેલી-ફૂટેલી અંગ્રેજી જ બોલી શકતા હતા. તેમણે રાય સિંહને કામ રોકી દેવા કહ્યું. રાય સિંહે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ભારતીય સૈનિકો ખુલ્લામાં કામ કરી રહ્યા હતા.ત્યારે ચીની સૈનિકોએ બંકરથી ભારતીય સૈનિકો પર મશીનગનથી ફાયરિંગ શરૂ કરી દીધું. જનરલ સગત સિંહે રાય સિંહને ચીની ઘાત લગાવીને હુમલો કરતા હોવાનું જણાવ્યું. જેથી બંકરમાં રહી તાર લગાવવાની દેખરેખ રાખે. પરંતુ રાય સિંહ માન્યા નહિં. આ ફાયરિંગમાં રાય સિંહને ત્રણ ગોળી વાગી. ચીનીઓએ ખુલ્લામાં ઉભેલા ભારતીય સૈનિકોની પણ હત્યા કરી.

ચીન પર ભારતનો દુર્લભ વજય

ચીન પર ભારતનો દુર્લભ વજય

જ્યારે સગત સિંહે જોયું કે ચીની સૈનિકો ભારતીય સૈનિકો પર ગોળીઓનો વરસાદ કરી રહ્યા હતા તો તેમણે તોપથી ગોળા વરસાવવાનો આદેશ આપી દીધો. તે સમયે તોપથી ગોળાબારીનો આદેશ માત્ર પ્રધાનમંત્રી જ આપી શકતા હતા. સેના અધ્યક્ષ પાસે પણ આ અધિકાર નહોતો. સગત સિંહે પોતાના દેશની શાન અને સૈનિકોની જાન બચાવવા માટે એકવાર ફરી કાનૂન તોડ્યો. ભારતીય તોપગોળા ઉંડાઈ પર હતા માટે નીચે સ્થિત ચીની બંકરો પર સટિક નિશાનો લગાવી શકતા હતા. નાથુલાની પશ્ચિમમાં પહાડી પર સીધી ટેકરી હતી માટે ચીની ગોળા ભારતીય સૈનકોની પાછળ પડી જતા હતા. આ લડાઈ ત્રણ દિવસ સુધી ચાલી. જનરલ સગત સિંહે વધુ કેટલાક તોપ મંગાવ્યા. જે બાદ ચીની ઠેકાણા પર ગોળાનો વરસાદ થવા લાગ્યો. કેટલાક ભારતીય સૈનિકો જે ખુલ્લામાં ઉભા હતા તેઓ ગોળી વાગયા બાદ પણ ચીની સીમામાં ઘૂસી તેમના બંકરો પાસે ચાલ્યા ગયા. લોહીથી લથપથ થયા બાદ પણ તેમણે કેટલાય સૈનિકોને ઠાર માર્યા. આ હુમલામાં ચીનના 300 સૈનિકોને ઠાર મારવામાં આવ્યા. ભારતના 65 સૈનિક શહીદ થયા. આ સગત સિહનો જ દિમાગ હતો કે તેમણે પહેલા જ 10 હજાર ફીટની ઉંચાઈ પર ભારતીય તોપખાનું સ્થાપિત કરી રાખ્યું હતું. નાથુલા ઉંચાઈ પર હોવનું મહત્વ બે વર્ષ બાદ સાબિત થઈ ગયું જ્યારે ભારતે ચીનને હરાવી દીધું. પરંતુ સગત સિંહનનું આ સાહસ ભારતના કેટલાક ઉચ્ચ સૈન્ય અધિકારીઓને પસંદ ના આવ્યું. ચીન વિરુદ્ધ ભારતને દુર્લભ વિજય અપાવનાર સગત સિંહનું ટ્રાન્સફર કરી દેવમાં આવ્યું માત્ર એટલા માટે કે તેમણે કરો યા મરોના સમયે સેનાના નયમો તોડ્યા હતા.

ભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનું મૂડ ઠીક નથી

English summary
when indian army killed 300 Chinese soldiers in war at his home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more