For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલાને લખેલા તાલિબાની પત્રમાં ગાંધીજીનો ઉલ્લેખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 18 જુલાઇ: પાકિસ્તની વાયુસેનાના પૂર્વ સભ્ય અને સ્વયંભૂ તાલિબાન કમાન્ડરે છોકરીના શિક્ષણની ભલામણ કરનાર કિશોરી મલાલા યૂસૂફજઇને લખેલા પત્રમાં મહાત્મા ગાંધી, પ્રભુ ઇશુ અને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કર્યો છે.

અદનાન રશીદે મલાલાને 200 શબ્દોનો પત્ર લખીને પાકિસ્તાન પરત ફરવા તથા ઇસ્લામ માટે કામ કરવાનો આગ્રહ કર્યો હતો. થોડાં દિવસો પહેલાં મલાલાએ કહ્યું હતું કે તાલિબાનના હુમલાથી છોકરીઓના શિક્ષણના પક્ષમાં બોલવાની તેમની પ્રતિબદ્ધતા થોડું પણ ઓછી થઇ નથી.

malala-yousafzai

અદનાન રશીદે કહ્યું હતું કે ' જે દયા આપણે મોહમંદ પયંગબર પાસેથી શિખી છે, કાદચ પાકિસ્તાની સેના પણ શીખે, જેથી તે મુસલમાનોનું લોહી વહાવાનું બંધ કરી દે. જે દયા આપણને ઇશુએ શિખવી છે, તે અમેરિકા અને નાટોએ શિખવી જોઇએ. હું ભગવાન બુદ્ધ અનુયાયીઓ પાસે આ જ આશા રાખું છું. મને આશા છે કે ભારતીય સેના પણ ગાંધીજીનું અનુસરણ કરે. ગત વર્ષે નવ ઓક્ટોમ્બરના રોજ સ્વાતમાં મલાલા પર તાલિબાને હુમલો કર્યો હતો. તેને સારવાર માટે બ્રિટેન લઇ જવામાં આવી હતી.

English summary
A former Pakistan Air Force member-turned Taliban commander has curiously invoked Mahatma Gandhi, Jesus and Lord Buddha in a letter to teen activist Malala Yousufzai, who was shot in the head by his outfit, asking her to return home and "use" her pen for Islam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X