For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISના સંભવિત 9 વારસદારોના નામ

|
Google Oneindia Gujarati News

સોમવારે ઇરાકની એરફોર્સે દાવો કર્યો હતો કે મોસુલમાં કરવામાં આવેલા એક હવાઇ હુમલામાં ISISના નવ લોકોના મોત થયા છે. જેમા સંગઠનના મુખિયા અબુ બકર અલ બગદાદીનો પણ સમાવેશ થાય છે.

જાણો: ભારતના કયા શહેર ISISના નિશાને?

જો કે હજી સુધી આ અંગે કોઇ પુષ્ટિ ન થઇ હોવા છતા અનેક અટકળો ચાલી રહી છે. ઇરાકની એરફોર્સ આત્મવિશ્વાસ સાથે દાવો કરી રહી છેકે આ હુમલામાં બગદાદીનું મોત થયું છે.

ISIS ચીફ બગદાદી એક સમયે ટ્વિટરનો ઇન્વેસ્ટર હતો!

બગદાદીને ISISનો ઘણો પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. પરંતુ સંગઠનમાં અન્ય 9 એવા લોકો પણ છેકે જે બગદાદીના મોત બાદ પણ ISISની આતંકી સલ્તનતને આગળ વધારવાની તાકાત ધરાવે છે.

આઇએસઆઇએસ પાસે છે આ 9 ખતરનાક હથિયાર

આવો જાણીએ તે 9 વારસદારો અંગે કે જેઓ બગદાદીના મોત બાદ પણ આતંકી સંગઠનનો ખૌફ વિશ્વમાં બરકરાર રાખી શકે છે.

અબ્દુલ્લા અલાની

અબ્દુલ્લા અલાની

51 વર્ષીય અબ્દુલ્લા અલાની વર્ષ 2004માં અલકાયદાનો સદસ્ય બન્યો હતો. અલકાયદાથી અલગ થયા બાદ તે બગદાદી સાથે જતો રહ્યો હતો. તેનો જુકાવ પૈગંબર મોહમ્મદ તરફ વધુ છે. અને તેવામાં સંગઠનના લોકો માની રહ્યાં છેકે તે અલગ ખલીફા બની શકે છે.

અબુ અલા અલ-અફ્રી

અબુ અલા અલ-અફ્રી

એક સમયે ફિઝીક્સનો શિક્ષક રહી ચૂકેલો અબુ અલા અલ-અફ્રીને બગદાદીનો ખુબ નજીકનો માનવામાં આવે છે. જે સમયે બગદાદી ઘાયલ હતો, તે સમયે તેનુ જ માસ્ટર માઇન્ડ લડાઇને આગળ વધારી રહ્યું હતુ. જો કે ઇરાકની ફોર્સનો દાવો છેકે ફોર્સે અબુ અલા અલ-અફ્રીને પણ હવાઇ હુમલામાં મોતને ઘાટ ઉતાર્યો છે. તે પણ ભૂતકાળમાં અલકાયદાનો સદસ્ય હતો.

શેખ યુનિસ અલ માશદાની

શેખ યુનિસ અલ માશદાની

શેખ યુનિસ અલ માશદાનીને બગદાદીનો સાંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવે છે. તે એક ધાર્મિક નેતા રહી ચૂક્યો છે. જેથી શેખ યુનિસ અલ માશદાનીની સંગઠનના નેતા બનવાના સમાચારો ઘણાં ઠોસ માનવામાં આવી રહ્યાં છે.

અબુ અલી અલ-અનબારી

અબુ અલી અલ-અનબારી

આ બધામાં અબુ અલી અલ-અનબારી હાલમાં ISISની સિક્યોરીટી કાઉન્સીલનો પ્રમુખ છે. અબુ અલી અલ-અનબારી સદ્દામ હુસેનની સેનામાં ઇન્ટેલીજન્સ ઓફિસર હતો.

અબ્દુલ રહેમાન અલ-તાલાબાની

અબ્દુલ રહેમાન અલ-તાલાબાની

અબ્દુલ રહેમાન અલ-તાલાબાની ISISની ધાર્મિક સમિતીનો મુખિયા છે.

અબુ અતહીર અલ અબ્સી

અબુ અતહીર અલ અબ્સી

અબુ અતહીર અલ અબ્સી ISISની મિડીયા કમિટીનો હેડ અને સંગઠનનો પાંચમો સૌથી તાકાતવાર શખ્સ છે.

નિમા અબ્દ નૈફ-અલ જુબુરૂ

નિમા અબ્દ નૈફ-અલ જુબુરૂ

નિમા અબ્દ નૈફ-અલ જુબુરૂ ISISની મિલીટ્રી કમિટીનો હેડ અને દક્ષિણ ઇરાકમાં ચાલી રહેલ ઓપરેશનનો પ્રમુખ છે.

અબુ બકર અલ-ખાતુની

અબુ બકર અલ-ખાતુની

અબુ બકર અલ-ખાતુની ISISની શુરા કમિટીનો પ્રમુખ છે.

અબુ ઓમર અલ શિયાશાની

અબુ ઓમર અલ શિયાશાની

અબુ ઓમર અલ શિયાશાની સિરીયામાં ISISના ઘણાં આતંકી હુમલાનો સફળ કમાંડર રહી ચૂક્યો છે.

English summary
They have not named anyone as yet, but there are several candidates who could succeed Bhagdadi, if he dies. There have once again been reports that Abu-Bakr al-Bhagdadi, the supreme commander of the ISIS was hit in an air strike at Iraq.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X