For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને જુલાઈમાં મળશે કોરોનાથી રાહત, લૉકડાઉનના કારણે સ્થિતિ નિયંત્રણમાંઃ WHO

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)નાખાસ દૂત ડૉક્ટર ડેવિડ નબારોએ ભારત માટે સારા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)નાખાસ દૂત ડૉક્ટર ડેવિડ નબારોએ ભારત માટે સારા સમાચાર આપ્યા છે. તેમનુ કહેવુ છે કે દેશણાં કોરોના વાયરસ મહામારીનો ગ્રાફ નીચે આવવાનો છે. સાથે જ તેમણે એ વાત પણ કહી છે કે જુલાઈમાં ખતમ થતા પહેલા મહામારી દેશમાં પોતાના સર્વોચ્ચ સ્તર પર હશે. ડૉક્ટર ડેવિડે આ વાત એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહી છે. ડૉક્ટર ડેવિડે એ વાતની પ્રશંસા પણ કરી છે કે ભારતે ઝડપથી નિર્ણય લીધો અને તરત જ લૉકડાઉન લગાવી દીધુ. આના કારણે દેશમાં કેસોની સંખ્યા બાકીના દેશોની તુલનામાં ઓછી છે.

લૉકડાઉન બાદ આવશે છૂટપુટ કેસ

લૉકડાઉન બાદ આવશે છૂટપુટ કેસ

ડૉક્ટર નાબારોએ કહ્યુ, 'જ્યારે લૉકડાઉન ખતમ થશે ત્યારે વધુ કેસ થશે પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી. આવનારા અમુક મહિનાની અંદર કેસની સંખ્યા વધશે પરંતુ તેમછતાં ભારતમાં સ્થિરતા રહેશે.' ડૉક્ટર નબારોએ કહ્યુ કે લૉકડાઉન બાદ તરત જ છૂટપુટ કેસ આવશે અને ત્યારબાદ મહામારી જશે. તેમણે કહ્યુ કે તે સમય સાથે સહમત છે અને જુલાઈ મહિનાના અંતમાં કેસ વધથે પરંતુ સ્થિતિ સારી હશે. નબારોએ કહ્યુ કે લૉકડાઉનના કારણે મહામા્રી માત્ર અમુક ખાસ ભાગોમાં જ ફેલાઈ છે. ડૉક્ટર નબારોએ કહ્યુ, લૉકડાઉને મહામારીને અમુક ખાસ વિસ્તારો સુધી જ સીમિત રાખ્યુ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને તમિલનાડુમાં જ કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આને ઘણી હદ સુધી શહેરી વિસ્તારોથી દૂર રાખવામાં સફળતા મળી છે.

ગરમીની ઋતુમાં ઝડપથી નથી ફેલાતો વાયરસ

ગરમીની ઋતુમાં ઝડપથી નથી ફેલાતો વાયરસ

નબારોએ કહ્યુ કે ભારતે ઝડપથી નિર્ણય લીધો આના કારણે સ્થિતિ ઘણી જગ્યાએ નિયંત્રણમાં છે. ગીચ વસ્તીમાં આને નિયંત્રિત કરવી બહુ મુશ્કેલ છે. નિશ્ચિત રીતે સંખ્યા ઓછી છે અને કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે ભારતમાં કેસના બમણા હોવાનો આંકડો 11 દિવસ છે. ડૉક્ટર નબારોના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસ કેસની સંખ્યા મોટી છે પરંતુ આ સાથે દેશની વસ્તીને જોતા કેસ બહુ વધુ નથી. તેમણે જણાવ્યુ કે વાયરસને રોકવો બહુ મુશ્કેલ છે.

ગરમ હવામાનવાળા દેશોમાં વાયરસ ઝડપથી નથી ફેલાતો.

ગરમ હવામાનવાળા દેશોમાં વાયરસ ઝડપથી નથી ફેલાતો.

તેમણે જણાવ્યુ કે વાયરસને રોકવો ઘણો મુશ્કેલ છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નામ લીધા વિના કહ્યુ કે ભલે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી અમારાથી ખુશ ન હોય પરંતુ તેમછતાં અમે અમારુ કામ બંધ ન કરી શકીએ. ડૉક્ટર નબારોના જણાવ્યા મુજબ ભારતમાં અલગ અલગ વયના લોકો છે અને માટે મૃત્યુદર પણ ઓછો છે. સાથે જ એ વાત પણ કહી છે કે ગરમ હવામાનવાળા દેશોમાં વાયરસ ઝડપથી નથી ફેલાતો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ માટે સફળ દવા નથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન, વધુ એક ટેસ્ટમાં થઈ નિષ્ફળઆ પણ વાંચોઃ કોરોના વાયરસ માટે સફળ દવા નથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન, વધુ એક ટેસ્ટમાં થઈ નિષ્ફળ

English summary
WHO envoy says India's coronavirus likely to flatten, reach peak by July end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X