For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિમ જોંગ ઉનને કોણે કર્યો ઇજાગ્રસ્ત, કે બીમાર છે ઉત્તર કોરિયાનો સરમુખત્યાર?

વર્તમાન સમયમાં મોટી આશંકા સેવાઇ રહી હતી કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન કોઈ જીવલેણ રોગથી પીડાઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી કિમ જોંગ ઉન દુર્બળ થઈ રહ્યો હતો, તેનુ વજન સતત ધટી રહ્યું હતું.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં મોટી આશંકા સેવાઇ રહી હતી કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન કોઈ જીવલેણ રોગથી પીડાઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી કિમ જોંગ ઉન દુર્બળ થઈ રહ્યો હતો, તેનુ વજન સતત ધટી રહ્યું હતું. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, કિમ જોંગ ઉનની તબિયત અતિ ગંભીર હોય શકે છે. આ આશંકા કિમ જોંગ ઉનની તસવીરો સામે આવ્યા બાદ થઇ રહી છે, જેમાં કિમ જોંગ ઉનના માથા પર પટ્ટી જોવા મળી જોવા મળી હતી.

Kim Jong Un

કિમ જોંગ ઉનના માથા પર પટ્ટી

કિમ જોંગ ઉનના માથા પર પટ્ટી

ગત મહિને અનેક જાહેર કાર્યક્રમો દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન કાળા ડાઘ તેમજ માથાના પાછળના ભાગે પટ્ટી સાથે જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયાની ન્યૂઝ ચેનલ મુજબ કિમ જોંગ ઉન 24 જુલાઈથી 27 જુલાઈ અને 27 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન કોરિયન પીપલ્સ આર્મીના કાર્યક્રમોમાં દેખાયા હતા. આ દરમિયાન તેમને દેશના સૈન્ય અધિકારીઓને સંબોધિત કર્યા હતા અને લશ્કરી કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ ઘટનાના વીડિયો ફૂટેજમાં જોઇ શકાય છે કે, કિમ જોંગ ઉનના માથે પટ્ટી બાંધેલી છે.

કિમના માથામાં ઈજા થઈ

કિમના માથામાં ઈજા થઈ

દક્ષિણ કોરિયાની ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ કિમ જોંગના માથા પર ઉઝરડા છે અને પટ્ટી ટપાલ ટિકિટની જેમ ખૂબ નાની છે. આવા સમયે તેના માથા પર ઘેરા લીલી ફોલ્લીઓ કે ઉઝરડાના નિશાન જોઇ શકાય છે. એવું લાગે છે કે તેના માથાની પાછળ જમણી બાજુએ મોટા, ઘેરા લીલા ડાઘાઓ જોઇ શકાય છે. જો કે, હજૂ સુધી કિમ જોંગ ઉનને માથામાં ઈજા થઈ છે કે તેને કોઈ બીમારી છે, તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ પટ્ટી બાંધવા પાછળનું કારણ અકબંધ છે. આ સાથે ન્યૂઝ ચેનલના મતે 29 જૂનના રોજ પોલિટબ્યુરોની બેઠકમાં કિમ જોંગ ઉનના માથા પરનું નિશાન જોવા મળ્યું ન હતી.

કિમ કોઈ બીમારીથી પીડાઇ રહ્યો છે?

કિમ કોઈ બીમારીથી પીડાઇ રહ્યો છે?

યોનહાપ ન્યૂઝ એજન્સીએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ માને છે કે, કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે કોઈ અસામાન્ય સંકેત નથી. દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થાના જાસૂસોએ શોધી કાઢ્યું છે કે, કિમ જોંગ ઉનના માથાની આસપાસનો પાટો દૂર કરવામાં આવ્યો હતો. જુલાઈમાં દક્ષિણ કોરિયાના ધારાસભ્ય કિમ બ્યુંગ-કીએ નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસને જણાવ્યું હતું કે, કિમ જોંગ ઉને 10થી 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે, પરંતુ તેમના શાસનને અસર કરતી કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ નથી.

શું કિમ ગાઉટથી પીડાય છે?

શું કિમ ગાઉટથી પીડાય છે?

વર્ષ 2014માં છ સપ્તાહ સુધી લોકોની નજરથી દૂર રહ્યો હતો અને તે ફરી જોવા મળ્યો ત્યારે લાકડીના ટેકા વડે ચાલતો હતો. જેના કારણે તે ગાઉટથી પીડાતો હોવાની અટકળો ઉભી થઇ હતી.
નવેમ્બર 2015માં તેના ડાબા કાંડાની આસપાસ અને જૂન 2019માં તેની આંગળીની આસપાસ પાટો જોવા મળ્યો હતો. કિમ જોંગ ઉનને એક ખાતર ફેક્ટરીમાં મે ડે, 2020ની ઇવેન્ટ દરમિયાન તેના કાંડા પર ડાઘ સાથે જોવા મળ્યો હતો, જેના કારણે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, હાલ તેની સારવાર ચાલી રહી છે.

English summary
At the moment, there are fears that North Korean dictator Kim Jong Un may be suffering from a life-threatening illness. For the past several months Kim Jong Un has been leaning, his weight has been steadily declining.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X