For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઉટસોર્સિંગ કરતી કંપનીઓની ટેક્સ રાહત પાછી ખેંચાશે : ઓબામા

|
Google Oneindia Gujarati News

barak-obama
વૉશિંગ્ટન, 26 ઑક્ટોબર : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતે બીજી ટર્મ માટે ચૂંટાઇ આવશે તો પોતાના એજન્ડામાં વિદેશમાં જોબ આઉટસોર્સિંગ કરતી કંપનીઓની કર રાહતો પાછી ખેંચી લેશે એમ જણાવ્યું છે.

પોતાની જાહેરાતોમાં બરાક ઓબામાએ વર્ષ 2020 સુધીમાં એમેરિકાની તેલ આયાત અડધી કરવાની વાત પણ કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ફ્લોરિડાના તંપામાં ચૂંટણી રેલીને સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે હું એવી કંપનીઓ માટે ટેક્સ રાહત પૂરી કરવા માંગું છું જે નોકરીઓને આઉટસોર્સ કરી રહી છે. આ રાહત હવે એવી કંપનીઓને જ આપવામાં આવશે જે અહીં અટલે કે અમેરિકામાં નોકરીઓ આપશે.

પોતાનો બીજો એજન્ડા જણાવતા તેમણે કહ્યું કે તેમનું લક્ષ્ય છે કે વર્ષ 2020 સુધીમાં અમેરિકા તેલની આયાત અડધી કરશે. આમ કરવાથી આપણે આપણી ઉર્જા પર નિયંત્રણ લાવી શકીશું. તમે જાણો છો કે સૌર ઉર્જા અને નવા ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરી સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન બમણું કરવામાં આવ્યું છે. આ સાથે પ્રકૃતિક ગેસ અને તેલનું ઉત્પાદન પણ વધાર્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે અમેરિકાએ તેલ માટે વિદેશી સ્રોતો પર નિર્ભરતા ઘટાડી છે. પાછલા બે દાયકામાં અત્યારે અન્ય દેશો પર સૌથી ઓછા નિર્ભર છીએ.

English summary
Will end tax breaks for companies outsourcing jobs : Obama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X