For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને વીઝા આપવા અમેરિકા કરશે વિચાર

|
Google Oneindia Gujarati News

Narendra Modi
વોશિંગ્ટન, 12 ઓક્ટોબર: લાંબા સમય બાદ બ્રિટને મોદી માટે હાથ લંબાવ્યો છે, ત્યારે આજે એવા પણ સમાચાર આવ્યા છે કે અમેરિકા પણ મોદીને વીઝા આપવા પર વિચાર કરી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જ અમેરિકન વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમેરિકા કોઇપણ વીઝા અરજીનું મૂલ્યાંકન યોગ્યતા અને અમેરિકન નિયમોને અનુસાર જ કરશે.

લોક કલ્યાણ મામલાના સહાયક વિદેશમંત્રી માઇક હેમરે પત્રકારોને જણાવ્યું કે આપણે કોઇ ખાસ વ્યક્તિના વીઝા માટેની ચર્ચામાં નથી પડતા. અમે ચોક્કસપણે કોઇપણ વીઝા અરજીની મુલવણી તેની યોગ્યતા અને અમેરિકન નિયમોને આધારે કરીશું. આ ઉપરાંત મારે આ વિશેષ મુદ્દા પર કઇ નથી કહેવું.

બ્રિટિશ સરકારે લગભગ એક દશકા બાદ મોદી માટે મૈત્રીની નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આ જ રી તે શું અમેરિકન સરકાર પણ મોદીને વીઝા આપી તેમની સાથે વ્યવહાર સુધારી લેશે? જેવા પ્રશ્નો મીડિયામાં ઉઠ્યા છે. આ અંગે વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાના ઉદ્યમ પ્રિય સરકારી અધિકારી (નરેન્દ્ર મોદી) ઘણીબધી રાજનૈતિક અટકળો ટાળી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગુજરાતના સમખાણો બાદ બ્રિટેને ગુજરાત સાથે વિદેશી રોકાણના મુદ્દે ભાગીદારી કરી ન હતી. પરંતુ હવે તે દિલ ખોલીને રોકાણ કરવા માંગે છે. જેની પહેલ પર મોદીએ ટિ્વટર પર લખ્યું હતું કે હું ગુજરાત સાથે સક્રિય ભાગીદારી અને સંબંધો વિશે બ્રિટીશ સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. ભગવાન મહાન છે. આજે બ્રિટીશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દેર આયે પર દુરસ્ત આયે. ગુજરાતમાં સૌથી વધુ રોકાણ બ્રિટનનું છે.

English summary
Without directly naming the Gujarat Chief Minister, Narendra Modi, a senior State Department official has said that the US will evaluate any visa application based on merits and according to US laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X