For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારીના કારણે 6 કરોડ લોકો થઈ શકે છે ખૂબ જ ગરીબઃ વિશ્વ બેંક

સ્થિતિ એ છે કે આ સંક્રમણથી બચવા માટે જ્યાં દેશ લૉકડાઉન કરી રહ્યા છે તો બીજી તરફ બંધ અર્થવ્યવસ્થા તેમની આર્થિક મોરચે કમર તોડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે અને આનાથી દુનિયાભરના ઘણા દેશો પ્રભાવિત છે. જે રીતે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત ચીનથી થઈ અને તે આખી દુનિયામાં ફેલાયો તેનાથી તમામ દેશોની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ચોપટ થઈ ગઈ છે. સ્થિતિ એ છે કે આ સંક્રમણથી બચવા માટે જ્યાં દેશ લૉકડાઉન કરી રહ્યા છે તો બીજી તરફ બંધ અર્થવ્યવસ્થા તેમની આર્થિક મોરચે કમર તોડી રહ્યુ છે. આ આર્થિક નુકશાન કેટલુ મોટુ હોઈ શકે છે તેને અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આના કારણે લગભગ 6 કરોડ લોકો ખૂબ જ ગરીબ થઈ જશે. વિશ્વ બેંકે ચેતવ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં જે આર્થિક વૃદ્ધિ થઈ હતી તે સંપૂર્ણપણે આ વાયરસના કારણે ખતમ થઈ શકે છે અને લગભગ 60 મિલિયન એટલે કે 6 કરોડ લોકો ખૂબ જ ગરીબ થઈ શકે છે.

100 દેશોને આર્થિક મદદ આપી રહી છે વિશ્વ બેંક

100 દેશોને આર્થિક મદદ આપી રહી છે વિશ્વ બેંક

વિશ્વ બેંકનુ કહેવુ છે કે કોરોના વાયરસના કારણે અમે લગભગ 100 દેશોને આર્થિક મદદ કરી રહ્યા છે. વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે કહ્યુ કે આગલા 15 મહિના સુધી આપણે આ દેશોને 160 બિલિયન ડૉલરની મદદ પહોંચાડીશુ. આ દુનિયાની 70 ટકા વસ્તીનુ ઘર છે. આ એક મહત્વપૂર્ણ મીલનો પત્થર છે. તેમણે કહ્યુ કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં લગભગ 5 ટકાનો ઘટાડો આવી શકે છે જેની સૌથી વધુ અસર ગરીબ દેશો પર થશે.

60 મિલિયન લોકો હોઈ શકે છે ખૂબ જ ગરીબ

60 મિલિયન લોકો હોઈ શકે છે ખૂબ જ ગરીબ

વિશ્વ બેંકના પ્રમુખે કહ્યુ કે અમારુ અનુમાન છે કે લગભગ 60 મિલિયન લોકો આ સ્થિતિમાં ખૂબ જ ગરીબ હોઈ શકે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં તેમણે જે પણ વિકાસ કર્યો છે તે સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે, અમારી સમીક્ષા છે કેે આવનારા સમયમાં બહુ મોટી આર્થિક મંદી આવી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી અત્યાર સુધી 3 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં આ વાયરસે સૌથી વધુ વિનાશ વેર્યો છે અને અહીં મરનારની સંખ્યા એક લાખ સુધી પહોચવાની છે.

એકલા વિશ્વબેંકનો પ્રયાસ પૂરતો નથી

એકલા વિશ્વબેંકનો પ્રયાસ પૂરતો નથી

અત્યાર સુધી વિશ્વ બેંકે ગરીબ દેશોમાં કુલ 5.5 બિલિયન ડૉલર આરોગ્ય સેવાઓ, અર્થવ્યવસ્થા, સમાજ સેવા પર ખર્ચ કરી દીધા છે. પરંતુ વિશ્વ બેંકના પ્રમુખનુ માનવુ છે કે એકલા વિશ્વ બેંક દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પૂરતા નથી. તેમણે દાન આપનારા દેશોને અપીલ કરી છે કે તે પોતાની દાનની રકમને વધારે જેથી ગરીબ દેશો તરફ મદદ જઈ શકે. ગયા મહિને જી-20ની બેઠકમાં ઓછા વિકસિત દેશોને એક વર્ષનુ મોરેટોરિયમ આપવા પર સંમતિ બની હતી. માલપાસનુ કહેવુ છે કે આના પર 14 દેશોની સંમતિ બની ચૂકી છે કે તે લોનની ચૂકવણીને હાલમાં એક વર્ષ માટે ટાળી રહ્યા છે. 23 અન્ય દેશોને અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે 17 દેશ આના પર ગંભીર વિચાર કરી રહ્યા છે.

કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ અને 140ના મોતકોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ અને 140ના મોત

English summary
World Bank says coronavirus will push 60 million people to extreme poverty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X