For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

840 લોકોની વસ્તી ધરાવતા વિશ્વના સૌથી નાના દેશ વિશે જાણો રસપ્રદ વાતો

દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશ ચીનને તો સૌ જાણે છે, આવો જાણીએ સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશની રોચક વાતો -

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ વસ્તી ગણતરી દિવસ છે. દર વર્ષે 11 જુલાઈના રોજ દુનિયાભરમાં વધતી વસ્તી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને માનવાધિકાર, લૈંગિક સમાનતા અને પરિવાર નિયોજન પર પણ માહિતી આપવામાં આવે છે. દુનિયાભરમાં 1989થી વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘા વિકાસ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશ ચીનને તો સૌ જાણે છે, આવો જાણીએ સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશની રોચક વાતો -

વેટિકન સિટીના વસ્તી સૌથી ઓછી

વેટિકન સિટીના વસ્તી સૌથી ઓછી

ભારતમાં એક નાના ગામની વસ્તી 1000થી વધુ હોય છે. વળી, જો જિલ્લાની વાત કરીએ તો વસ્તી લાખોમાં હોય છે પરંતુ દુનિયાનો એક એવો દેશ છે જેની વસ્તી માત્ર 840 છે. આ દેશનુ નામ છે વેટિકન સિટી. હાલમાં આ દુનિયાનો સૌથી નાનો દેશ છે, જે યુરોપીય મહાદ્વીપમાં સ્થિત છે. આટલી ઓછી વસ્તી બાદ પણ આ દેશને માન્યતા મળી છે. ઈસાઈ સમાજના કેથોલિક ચર્ચ અને ધર્મ ગુરુ પોપના કારણે આ આખી દુનિયામાં ફેમસ છે. સાથે તેની સુંદરતાનો પણ જવાબ નથી. આ દેશ માત્ર 44 હેક્ટરમાં ફેલયાલો છે જ્યાં ઘણા ચર્ચ, સંગ્રહાલય અને ઐતિહાસિક ઈમારતો છે.

દુશ્મન સામે લડવા માટે ખુદની સેના

દુશ્મન સામે લડવા માટે ખુદની સેના

વેટિકન સિટી ઈટલીના રોમ શહેરની અંદર વસેલો એક સ્વતંત્ર દેશ છે જ્યાં લેટિન ભાષા બોલવામાં આવે છે. ઓછી વસ્તી બાદ પણ અહીં બધી સુવિધાઓ છે. અહીં પણ જનતા માટે રેડિયો સ્ટેશન, પોસ્ટ ઓફિસ સહિત બધી વસ્તુઓ છે. સૌથી ખાસ વાત એ છે કે 840ની વસ્તીવાળા દેશની પોતાની કરન્સી પણ છે, જે ઈટલીમાં પણ માન્ય છે. વળી, આ દેશની પોતાની ખુદની સેના છે જે દુશ્મનોથી દેશની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. વેટિકન સિટીમાં સ્થિત સેન્ટ પીટર ગિરિજાઘર યુનેસ્કોની વિશ્વ ધરોહર લિસ્ટમાં શામેલ છે.

નથી થતી અહીં ચૂંટણી

નથી થતી અહીં ચૂંટણી

સામાન્ય રીતે જે અધિકાર બીજા દેશોના નાગરિકોને મળે છે, તે જ અધિકાર વેટિકન સિટીમાં નાગરિકોને પણ મળે છે. તેમને પણ વિદેશ જવા માટે વેટિકન સિટીનો પાસપોર્ટ બનાવવો પડે છે. જો કે અહીં લોકતાંત્રિક વ્યવસ્થા નથી. અહીં હજુ રાજાશાહી વ્યવસ્થા ચાલે છે. આ દેશને પોપનુ નિવાસસ્થાન માનવામાં આવે છે. પોપ જ અહીંના રાજ હોય છે. જેમની પાસે ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વિધાયિકાની શક્તિઓ હોય છે. રાજા હોવા છતાં પોપ પ્રશાસનિક કામ નથી કરતા, તે પાંચ વર્ષ માટે એક રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે જે બધુ કામકાજ જુએ છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટીઃ લગ્ન સમારંભો માટે ખુલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાસ્ટેચ્યુ ઑફ યુનિટીઃ લગ્ન સમારંભો માટે ખુલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા

English summary
World Population Day: Know interesting facts about the world's smallest country with 840 Population.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X