ના હોય! દક્ષિણ કોરિયામાં બનશે વિશ્વનું પહેલું ‘અદ્રશ્ય’ ભવન
વિશ્વ એકથી એક ચઢિયાતી અને અજીબો ગરીબ રચનાઓથી ભરેલું છે. માનવી પોતાની વિચારસરણી અને સર્જનાત્મકતાના કારણે દરરોજ નીતનવી વસ્તુનું નિર્માણ કરતો આવે છે. થોડા સમય પહેલાં આપણે વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ અંગે સમાચારમાં વાંચ્યું અથવા તો ક્યાંક સાંભળ્યું હતું, પરંતુ હવે માનવીની એક નવી સર્જનાત્મકતાએ વિશ્વમાં આકાર લેવા જઇ રહી છે. દક્ષિણ કોરિયાના સિયોલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીક વિશ્વનો પહેલું અદ્રશ્ય ભવનનું નિર્માણ કરવાની યોજના બની રહી છે.
બ્રિસબેન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાના હવાઇ મથક પાસે ઇન્ફિનિટી ટાવરનું નિર્માણ લેવાનું કામ અમેરિકન ભવન નિર્માણ કંપની જીડીએસ આર્કિટેક્ટ્સને આપવામાં આવ્યું છે.
જીડીએસ આર્કિટેક્ટ્સ કંપની આ ભવનના નિર્માણ માટે એક એવી વિધિ અપનાવશે કે જેનાથી આ ભવન અદ્રશ્ય થઇ જાય.
તેના માટે એલઇડી પ્રોજેક્ટર્સ અને ઓપ્ટિકલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઇન્ફિનિટી ટાવરની ઉંચાઇ 450 મીટર હશે અને ઉંચાઇ દ્રષ્ટિએ આ ટાવર વિશ્વની છઠ્ઠી સૌથી ઉંચી ઇમારત હશે.

વિશ્વનું પહેલું ‘અદ્રશ્ય’ ભવન
દક્ષિણ કોરિયાના સિયોલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીક વિશ્વનો પહેલું અદ્રશ્ય ભવનનું નિર્માણ કરવાની યોજના બની રહી છે.

ઇન્ફિનિટી ટાવરનું નિર્માણ
દક્ષિણ કોરિયાના હવાઇ મથક પાસે ઇન્ફિનિટી ટાવરનું નિર્માણ લેવાનું કામ અમેરિકન ભવન નિર્માણ કંપની જીડીએસ આર્કિટેક્ટ્સને આપવામાં આવ્યું છે.

ભવન અદ્રશ્ય થઇ જાય તેવી ટેક્નિક
જીડીએસ આર્કિટેક્ટ્સ કંપની આ ભવનના નિર્માણ માટે એક એવી ટેક્નિક અપનાવશે કે જેનાથી આ ભવન અદ્રશ્ય થઇ જાય.

ઇન્ફિનિટી ટાવરની ઉંચાઇ
આ ઇન્ફિનિટી ટાવરની ઉંચાઇ 450 મીટર હશે અને ઉંચાઇ દ્રષ્ટિએ આ ટાવર વિશ્વની છઠ્ઠી સૌથી ઉંચી ઇમારત હશે.












Click it and Unblock the Notifications
