For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખવી પર પાક.માં ડ્રામા યથાવત, હવે લોઅર કોર્ટે આપ્યા જામીન

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબા, 9 જાન્યુઆરી: પાકિસ્તાન, ભારત અને આખી દુનિયાની સામે ખુદને સાબિત કરવામાં લાગેલા છે કે તેઓ આતંકવાદની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં લાગેલું છે અને તેના માટે ઘણા પ્રકારના નાટકો ત્યાં ચાલી રહ્યા છે. શુક્રવારે ઇસ્લામાબાદની એક લોઅર કોર્ટે લખવીને જામીન આપી દીધા છે, અને આ પાકિસ્તાનમાં ચાલી રહેલા નાટકનો બીજો અંક છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે લખવીના જામીન પર પ્રતિબંધ લાગાવ્યો હતો.

લખવીના વકીલે લગાવ્યો ભારત પર આરોપ
લખવીને ઇસ્લામાબાદની લોઅર કોર્ટે એક છ વર્ષના બાળકના અપહરણ કેસમાં જામીન આપી દીધા છે અને તેને 200,000 રૂપિયાની સિક્યોરિટી બોંડ પર જામીન આપવામાં આવ્યા છે. લખવીની જામીન અરજી પર ઇસ્લામાબાદની સિવિલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. લખવીના વકીલોનો તર્ક હતો કે લખવીને આ કેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે.

લખવીના વકીલનું માનીએ તો લખવીને ભારત તરફથી બનાવવામાં આવેલા બિન-જરૂરી દબાણના કારણે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. વકીલના જણાવ્યા અનુસાર લખવીની વિરુદ્ધ કોઇ પણ પુરાવા કોઇની પણ પાસે નથી, અને તેના ફળ સ્વરૂપે કોર્ટે લખવીને જામીન આપી દીધા છે.

18 ડિસેમ્બરના રોજ મળ્યા હતા જામીન
લખવીને 18 ડિસેમ્બરના રોજ જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી લઇને અત્યાર સુધી સંપૂર્ણ મામલામાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા છે. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લખવીને જેલથી છોડવાનો જે નિર્ણય ઇસ્લામાબાદ હાઇકોર્ટે કર્યો છે તે ઉતાવળીયો નિર્ણય હતો. આની સાથે જ સુપ્રીમ કોર્ટે તેના જેલથી નિકળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

English summary
Pakistan Terrorist Zaki ur Rehman Lakhi gets bail by Pakistan lower court. Pak lower court grants him bail in 6 years old kidnapping case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X