For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુકે ચેરિટી ભારતમાં 10000 વિધવાઓને સ્વનિર્ભર બનાવશે

|
Google Oneindia Gujarati News

sewing-machine-widows
લંડન, 23 નવેમ્બર : લંડન સ્થિત ચેરિટી સંસ્થાના પ્રયાસોના કારણે ટૂંક સમયમાં ભારતની અંદાજે 10,000 વિધવાઓ સ્વનિર્ભર બનશે. ભારતીય વિધવાઓને સ્વનિર્ભર બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ચેરિટી સંસ્થા વિધવાઓને સિલાઇ મશીન અને કપડાં સિવવા માટેની જરૂરી તાલીમ આપશે.

આ પ્રોજેક્ટને અમલમાં મૂકનારી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું કે "આ સમગ્ર પ્રોજેક્ટ માટે ફાઉન્ડેશને હરાજી યોજીને 1,61,000 પાઉન્ડની રકમ એકઠી કરી હતી."

લંડનમાં ઇન્ટરનેશનલ વિડો ડે 2013 લોન્ચ કર્યા બાદ યોજાયેલી ડિનર પાર્ટીમાં લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું કે "હરાજીમાંથી એકઠી કરવામાં આવેલી રકમ ઉપરાંત અન્ય વ્યક્તિગત દાતાઓએ છૂટથી દાન આપવાની ખાતરી આપી હતી. ઉપરાંત દિલ્હી અને પંજાબ સરકારે સિલાઇ મશીનમાં ગ્રાન્ટ આપવાની મંજૂરી આપી હતી. આ સમગ્ર પ્રોજ્કટ પાછળ લગભગ 5,00,000 પાઉન્ટની રકમ ખર્ચવામાં આવશે. આ કારણે અમે લગભગ 10,000 ભારતીય વિધવાઓને સિલાઇ મશીન અને જરૂરી તાલીમ આપી શકીશું."

આ પ્રસંગે યુએન વિમેનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લક્ષ્મી પુરીએ જણાવ્યું કે "યુએન વિમેનએ મહિલા કલ્યાણ અને સશક્તિકરણના ત્રણ પ્રોજેક્ટ માટે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં લૂમ્બા ફાઉન્ડેશન સાથે મળીને 3 વર્ષ સુધી કામ કરવાનો નિર્ણય લીધો છે." પુરીએ વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વની 250 મિલિયન વિધવાઓને આવરી લેવા માટે અમે પ્રયત્નશીલ છીએ.

English summary
10,000 widows in India to be made self-reliant by UK charity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X