USમાં ગુજરાતીની હત્યા, પટેલ પરિવારે માંગી મોદી સરકારની મદદ
ન્યૂ હેવન , 8 એપ્રિલ: અમેરિકાના ન્યૂ હેવન શહેરમાં ફરીથી એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ન્યૂ હેવન શહેરમાં માર્યા ગયેલા આ ભારતીય યુવક મૂળ ગુજરાતના બોરસદનો હતો, જેનું નામ સંજય પટેલ હતું, જે છેલ્લા 15 વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતો હતો. 39 વર્ષીય સંજય પટેલ ન્યૂ હેવન શહેરમાં ગેસ સ્ટેશનના સ્ટોર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બે અજાણ્યા શખ્શોએ લૂંટફાટના ઇરાદાથી સંજયને ગોળી મારી દીધી, હુમલાખોરોએ સંજય પટેલ પર છ રાઉંડ ગોળી ચલાવી.
પટેલ પરિવારની મોદી સરકાર પાસે મદદની આશા
સંજય પટેલના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમની પત્ની 6 મહીનાથી ગર્ભવતી છે. અમેરિકામાં તેમનું કોઇ સંબંધી રહેતું નથી. એવામાં સંજય પટેલની પત્નીની હાલત નાજુક છે. અત્રે આણંદ જિલ્લામાં સંજયના માતા-પિતાની હાલત પણ ખરાબ છે. તેઓ સંજયના મૃતદેહને ભારત લાવવા ઇચ્છે છે, એવામાં પટેલ પરિવારે મોદી સરકાર પાસે મદદની માંગ કરી છે.
વારંવાર અમેરિકામાં થઇ રહ્યો છે ભારતીયો પર હુમલો
આ પહેલી ઘટના નથી કે અમેરિકામાં કોઇ ભાતીયને નિશાનો બનાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઘણા ભારતીયો પર હુમલા કરવામાં આવ્યા છે. ક્યારેક વંશીય હુમલાના નામ પર તો ક્યારેક લૂટના ઉદ્દેશ્યથી.
ગુરુદ્વારાને બનાવાયો હતો નિશાનો
થોડા દિવસ પહેલા જ અમેરિકામાં મંદિરો અને ગુરુદ્વારાને નિશાનો બનાવવામાં આવ્યો હતો. મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેમ જ દિવારો પર લખવામાં આવ્યું હતું કે 'અહીંથી જતા રહો'
અમરેલીના સુરેશભાઇ પર પોલીસ દમન
અમેરિકાના અલબામામાં અમરેલીના વૃદ્ધ સુરેશભાઇને પોલીસદમનનો ભોગ બનવો પડ્યો હતો. 12 ફેબ્રુઆરીની સાંજે પોલીસવાળાએ તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. આ ઘટનામાં સુરેશભાઇને કમરમાં જોરદાર ઇજા પહોંચી હતી, તેમને લકવાની અસર આવી ગઇ હતી.
મોદી અને ઓબામાએ શું કરવું જોઇએ?
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અમેરિકા ગયા, અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા ભારત આવ્યા. બંને દેશો વચ્ચે ઘણા બધા વ્યાપારિક અને સાંસ્કૃતિક કરારો થયા. ઓબામા અને મોદીની મિત્રતાના ઉદાહરણો આપવા લાગ્યા... પરંતુ અમેરિકામાં ભારતીયો પર અનેક પ્રકારના હુમલાઓ ત્યારબાદ જ વધ્યા છે.. શું અમેરિકામાં વસતા ભારતીયોની સુરક્ષા માટે મોદી તેમના મિત્ર બરાકને કઇ કહેવામાં સક્ષમ નથી?
આવો જોઇએ મોદી અને ઓબામાની મુલાકાત બાત ભારતીયો પર કેટલા થયા હુમલા...

ગુજ્જુ પટેલની હત્યા

વૃદ્ધ પર પોલીસનું દમન

મંદિરમાં તોડફોડ

બાળક પર વંશીય હુમલો

હવે આણંદના સંજય પટેલની હત્યા
આ તમામ ઘટનાઓ બાદ અમેરિકાના ન્યૂ હેવન શહેરમાં ફરીથી એક ગુજરાતી યુવક સંજય પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સંજય પટેલના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમની પત્ની 6 મહીનાથી ગર્ભવતી છે. એવામાં સંજય પટેલની પત્નીની હાલત નાજુક છે. અત્રે આણંદમાં સંજયના માતા-પિતાની હાલત પણ ખરાબ છે. તેઓ સંજયના મૃતદેહને ભારત લાવવા ઇચ્છે છે, એવામાં પટેલ પરિવારે મોદી સરકાર પાસે મદદની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
