ઓસ્ટ્રેલિયને સ્વિકાર્યું, તેણે જ કરી હતી વડોદરા ગર્લ તોશાની હત્યા

આ કેસની તપાસ ચલાવી રહેલી પોલીસે જે તે સમયે કહ્યું હતું કે યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી. એક ભારતીય વિદ્યાર્થીનિની આ રીતે હત્યા નિપજાવવામાં આવતા સીડની સહિત અનેક સ્થળે જ્યાં ભારતીયો રહે છે ત્યાં શોકનું મોજૂ પ્રસરી ગયું હતું.
એક વર્ષ સુધી તપાસ ચલાવ્યા બાદ આખરે તોશાની બાજૂમાં રહેતા પાડોસીએ સ્વિકાર્યુ હતું કે તેણે જ આ હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ તોશા પર બળાત્કાર ગુજારવાનો ગુન્હો પર નોંધ્યો છે. ગુન્હેગારને આગામી 28મી નવેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, તેમ ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનું કહેવું છે.












Click it and Unblock the Notifications
