રોયલ બેબીના જન્મની જાહેરાત કરનાર ભારતીયની નોકરી જોખમમા

Buckingham-Palace
લંડન, 31 જુલાઇઃ બ્રિટનના નવા ઉત્તરાધિકારી પ્રિન્સ જોર્જના જન્મની જાહેરાત કરવામા મદદ કરનાર બકિંગમ પેલેસના ભારતીય કર્મચારી બદર અજીમની નોકરી જોખમમાં મુકાઇ ગઇ છે. મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર ઓક્ટોબરમાં વિઝા અવધિ ખતમ થયા બાદ મહારાણી એલિઝાબેથ-IIના કર્મચારી તરીકેની નોકરી ગુમાવી દેશે. તેમના વિઝા હજુ સુધી રિન્યૂ થઇ શક્યા નથી.

બકિંગમ પેલેસે હજુ સુધી આ મામલે કોઇ કોમેન્ટ આપી નથી. જો કે, યુકેના ગૃહમંત્રાલયએ કહ્યું કે વિઝા રિન્યૂ માટે આવેલી તમામ અરજીઓની તપાસ બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે, કોલકતાના સ્લમ વિસ્તારમાં મોટા થયેલા બદર અજીમ રોયલ બેબીના જન્મની જાહેરાત કરવા માટે બદર, મહારાણીના મીડિયા સચિવ એલિજા એન્ડરસન સાથે બકિંગમ પેલેસની બહાર આવ્યા હતા, જ્યાં લાખો લોકોએ તેમને જોયા હતા.

અજીમે 2011માં એડિનબર્ગના નેપિયર યુનિવર્સિટીથી ગ્રેજ્યુશન છે. તેમના ભણતરનો ખર્ચ સેન્ટ મેરી અનાથાલય અને કોલકતાની ડે સ્કૂલે ઉઠાવ્યો. અજીમએ પોતાનું નાનપણ અહી જ વિતાવ્યું છે. બદરને ફેબ્રુઆરી 2012ના રોજ મહેલમાં નોકરી મળી હતી. કોલકતામાં બદરનો પરિવાર આજે પણ બે રૂમના મકાનમાં રહે છે. બદરના ભાઇ મજહરનું કહેવું છે કે, અમે ઘણા જ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. અમારા વાલી અમને પલંગ પર અને પોતે જમીન પર ઉંઘે છે. મારા પિતા અમને હંમેશા જ શીક્ષિત કરવા માગતા હતા અને તેમણે તેના માટે દેવું પણ લીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X