For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ગુરુદ્વારા બહાર વૃદ્ધ શીખ પર હુમલો, હાલત ગંભીર

By Super
|
Google Oneindia Gujarati News

califormia
વોશિંગટન, 9 મેઃ એમરિકામાં એક ગુરુદ્વારા બહાર એક વૃદ્ધ શીખને લોંખડના સળિયાથી ગંભીર રીતે માર મારવામાં આવ્યો જેના કારણે તેઓ ગંભીર બની ગયા છે. પોલીસે આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

કેલીફોર્નિયાના ફ્રેસનો શહેરમાં એક ગુરુદ્વારા બહાર 82 વર્ષિય પિયારા સિંહ પર હુમલો કરવામાં આવ્યો. આ શહેરમાં શીખ અથવા પંજાબી સમુદાયના લોકો મોટી સંખ્યામા રહે છે. ફ્રેસનો શહેરની પોલીસ પ્રમુખ જેરી ડ્યેરે ગુરુદ્વારામાં એકત્ર થયેલા શીખોને જણાવ્યું કે આ અપરાધના સંદિગ્ધ આરોપીની ઓળખ ગિલબર્ટ ગારશિયાના રૂપમાં થઇ છે. તેણે લોંખડના સળિયાથી પિયારા સિંહ પર હુમલો કર્યો, જે ગુરુદ્વારામાં એક સ્વયંસેવી તરીકે કામ કરે છે.

પિયારા સિંહ પર હુમલો રવિવારના દિવસે ગુરુદ્વારા બહાર થયો. હજુ પણ બેભાન અવસ્થામાં રહેલા સિંહને 20 ટાકા આવ્યા છે, તેમના હાડકા અને પાસળી તૂટી ગઇ છે. તેમની હાલતમાં થોડોક સુધારો આવી રહ્યો છે. મોડી સાંજે ડ્યેરના નેતૃત્વમાં એફબીઆઇ અને ન્યાયિક વિભાગના પ્રતિનિધિ સહિત સરકારી અધિકારીઓના દળે શીખ સમુદાયના સભ્યોની મુલાકાત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે આવા અપરાધોથી તેમને બચાવવા માટે પર્યાપ્ત ઉપાય કરવામાં આવી રહ્યાં છે.

English summary
US police have arrested a 29-year-old transient in connection with a brutal Sunday morning attack with a steel rod on an 81-year-old Sikh man outside the Nanaksar Sikh gurdwara in southwest Fresno in central California.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X