દેવયાનીને કોર્ટમાં હાજરીમાંથી છૂટ, યુએનમાં ટ્રાન્સફરને પણ મંજૂરી

વોશિંગ્ટન, 24 ડિસેમ્બર: ભારતીય રાજદૂત દેવયાની ખેબરાગડેની સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યા બાદ અમેરિકા અને ભારત વચ્ચે હવે તણાવની સ્થિતિ ઓછી થતી દેખાઇ રહી છે.

દેવયાનીના મામલામાં બનેલા ગતિરોધ પર ભારત અને અમેરિકાની વચ્ચે સમાધાન નીકળવાનો પ્રથમ સંકેત એ સમયે દેખાયો જ્યારે અમેરિકાએ દેવયાનીને કોર્ટમાં હાજર રહેવામાં છૂટ આપી દીધી. ન્યૂયોર્કની એક કોર્ટમાં ખાસ પ્રકારે છૂટ આપી આપી જે લોકોની સા વિઝા છેતરપિંડીના મામલે સુનાવણી કરી રહી છે.

એટલુ જ નહીં અમેરિકાએ દેવયાનીને યુનાઇટેડ નેશનમાં ટ્રાન્સફરને પણ મંજૂરી આપી દીધી છે. અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે આ ઉપરાંત ખોબરાગડેને યુએન હેડક્વાર્ટરની માન્યતા પણ મળી ગઇ છે.

ન્યૂયોર્કમાં 12 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવેલી ખોબરાગડેને ભારત સરકારના ન્યૂયોર્ક સ્થિત પોતના યુનાઇટેડ નેશન મિશન ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જ્યાં તેમને કોઇપણ રાજદૂતને મળનારા વિશેષ અધિકારોનો ફાયદો મળશે.

devyani
સૂત્રોએ જણાવ્યું કે ખોબરાગડેને કોર્ટની કાર્યવાહીમાં વ્યક્તિગત પ્રકારે હાજર રહેવા પર વિશેષ છૂટ આપવામાં આવી છે, જે બંને દેશની વચ્ચે થયેલી અનબનને ખત્મ કરી દેવા માટે એક સકારાત્મક પગલું છે. ખોબરાગડે મામલામાં ભારતે અમેરિકાને કોઇ શરત વગર માફી માગવા અને ખોબરાગડેની વિરુદ્ધ લાગેલા આરોપોને પાછા લેવાની માંગ કરી હતી, જોકે ભારતની આ માંગ માનવામાં ન્હોતી આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X