For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં ગૌરવ ગુજરાતનું: કલ પેન્ન(હોલિવુડ અભિનેતા)

By Super
|
Google Oneindia Gujarati News

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતીમાં પણ ગુજરાતીઓએ પોતાનું કાંઠુ કાઢ્યું છે. પછી તે વ્યવસાય હોય, શિક્ષણ હોય, અભિનય હોય કે પછી વિજ્ઞાન હોય. દરેક ક્ષેત્રમાં આપણને ગુજરાતી જોવા મળે છે. વિદેશમાં ખાસ કરીને યુએસમાં આપણને અનેક ગુજરાતીઓ મળી જશે કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું, પોતાના પરિવારનું અને ખાસ કરીને કહીંએ તો દરેક ગુજરાતીનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે. અહીં આવા જ કેટલાક જાણીતા નામો અંગે આછેરી માહિતી આપવામાં આવી રહી છે કે, જેમણે પોતાના કૌશલ્ય અને સામર્થ્ય થકી વિદેશમાં પણ ગુજરાતને ગૌરવવંતું બનાવ્યું છે. આવું જ એક નામ છે કલ્પેન સુરેશ મોદી.

જી હાં, કલ્પેન સુરેશ મોદી હોલિવુડ ફિલ્મો અને ટીવીના અભિનેતા છે. જે કલ પેન્ન(Kal Penn)ના નામે વિશ્વમાં જાણીતા છે, એટલું જ નહીં પરંતુ રાજકારણ ક્ષેત્રે પણ તેમણે કાંઠુ કાઢ્યું છે. તેઓ ઓબામા એડમિનિસ્ટ્રેશન હેઠળ પણ કામ કરી રહ્યાં છે. 1998થી એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવનાર કલ પેન્ન હાઉસ નામની ટીવી શ્રેણીના ડો. લ્વારેન્સ કટનેર અને હારોલ્ડ એન્ડ કુમાર ફિલ્મ શ્રેણીના કુમારના પાત્રને લઇને ઘણા જાણીતા બન્યા છે. એટલું જ નહીં 8 એપ્રિલ 2009માં તેમને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એંગેજમેન્ટમાં એસોસિએટેડ ડિરેક્ટર તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.

યુએસમાં જઇને વસેલા એક ગુજરાતી પરિવારના ઘરે કલ પેન્ન એટલે કે કલ્પેન સુરેશ મોદીનો જન્મ થયો છે. તેમનો પરિવાર વર્ષો પહેલાં જ યુએસમાં સ્થાયી થયો હતા. તેમનો જન્મ ન્યૂ જર્સીમાં થયો. સ્કૂલ સમયથી જ આ ગુજરાતીએ પોતાનામાં રહેલી અભિનય ક્ષમતાના પરચા આપવાની શરૂઆત કરી નાંખી હતી. સમય જતાં એ ગુજરાતી બાળકે પોતાના અભિનય અને ગ્રેટ ટાઇમિંગની મદદથી હોલિવુડમાં પોતાનું નામ રોશન કર્યું અને એક લોકપ્રીય અભિનેતાની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા.

તેમના રાજકીય રસની વાત કરીએ તો 2007 અને 2008માં તે ઓબામાના પ્રેસિડેન્ટિયલ કેમ્પિયનમાં જોડાયા હતા, તેમજ નેશનલ આર્ટ્સ પોલિસી કમિટીના સભ્ય પણ હતા. બાદમાં 2009માં તેમને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એંગેજમેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કલ પેન્નની નોંધ લેવાયેલી ફિલ્મ

કલ પેન્નની નોંધ લેવાયેલી ફિલ્મ

1998માં આવેલી એક્સપ્રેસ એસ્લે ટૂ ગ્લોરી ફિલ્મ એક શોર્ટ કોમેડી ફિલ્મ છે, જેને રીટન અને ડિરિક્ટેડ જોનાથન બસ્સ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ તેના કન્ટેન્ટ ઉપરાંત કલ પેન્નના પર્દાર્પણને લઇને પણ ઘણી જ નોંધ લેવાઇ હતી.

 કુમારના પાત્રએ અપાવી નામના

કુમારના પાત્રએ અપાવી નામના

1998થી એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવનાર કલ પેન્ન હાઉસ નામની ટીવી શ્રેણીના ડો. લ્વારેન્સ કટનેર અને હારોલ્ડ એન્ડ કુમાર ફિલ્મ શ્રેણીના કુમારના પાત્રને લઇને ઘણા જાણીતા બન્યા છે.

રાજકારણ ક્ષેત્રે પણ તેમણે કાંઠુ કાઢ્યું

રાજકારણ ક્ષેત્રે પણ તેમણે કાંઠુ કાઢ્યું

તેઓ ઓબામા એડમિનિસ્ટ્રેશન હેઠળ પણ કામ કરી રહ્યાં છે. 8 એપ્રિલ 2009માં તેમને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એંગેજમેન્ટમાં એસોસિએટેડ ડિરેક્ટર તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા. 2012માં બરાક ઓબામાના રિ ઇલેક્શન કેમ્પેનમાં કો ચેઇર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

સ્કૂલ સમયથી જ બતાવ્યો અભિનય ક્ષમતાનો પરચો

સ્કૂલ સમયથી જ બતાવ્યો અભિનય ક્ષમતાનો પરચો

સ્કૂલ સમયથી જ આ ગુજરાતીએ પોતાનામાં રહેલી અભિનય ક્ષમતાના પરચા આપવાની શરૂઆત કરી નાંખી હતી. સમય જતાં એ ગુજરાતી બાળકે પોતાના અભિનય અને ગ્રેટ ટાઇમિંગની મદદથી હોલિવુડમાં પોતાનું નામ રોશન કર્યું અને એક લોકપ્રીય અભિનેતાની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા.

કલ પેન્નનું ગૌરવ તસવીરોમાં

કલ પેન્નનું ગૌરવ તસવીરોમાં

વિદેશમાં ખાસ કરીને યુએસમાં આપણને અનેક ગુજરાતીઓ મળી જશે કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું, પોતાના પરિવારનું અને ખાસ કરીને કહીંએ તો દરેક ગુજરાતીનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે. આવું જ એક નામ છે કલ્પેન સુરેશ મોદી.

કલ પેન્નનું ગૌરવ તસવીરોમાં

કલ પેન્નનું ગૌરવ તસવીરોમાં

વિદેશમાં ખાસ કરીને યુએસમાં આપણને અનેક ગુજરાતીઓ મળી જશે કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું, પોતાના પરિવારનું અને ખાસ કરીને કહીંએ તો દરેક ગુજરાતીનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે. આવું જ એક નામ છે કલ્પેન સુરેશ મોદી.

English summary
Kal Penn is a Hollywood film actor and also worked under the Obama administration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X