ભારતીય મૂળના અમેરિકને કરી પિતાની હત્યા

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યાનુસાર, આ ઘટના માઉન્ટ હોલી સિટીની છે. પ્રારંભિક દ્રષ્ટિએ જીતેન અશ્વિન પટેલ નામના આ વ્યક્તિ પર તેના 62 વર્ષિય પિતા અશ્વિન પટેલની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ આરોપ સબબ તેને ગોસ્ટોન કાઉન્ટીની જેલમાં મોકલવામાં આવ્યો છે.
માઉન્ટ હોલીના અંતરિમ પોલીસ પ્રમુખ ડેવિડ જેમ્સે ઘટના અંગે જણાવ્યું છે કે, બનાવ બન્યાના 12 કલાકની અંદર જતિનની ધરપકડ કરવામાં આવી છે. પિતા અને પુત્ર બન્ને શહેરમાં બીપી ગેસ સ્ટેશનનું સંચાલન કરતા હતા.
અરેસ્ટ વોરન્ટ એફિડેવિટ અનુસાર, અશ્વિન કુમાર વાઘજીભાઇ પટેલને 11 જાન્યુઆરીના રોજ ગોળીઓ મારવામાં આવી હતી. તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો, જે અંગે તેમના પરિવારના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે જીતેન ત્યાં નહોતો, પરંતુ ત્યાં એક પત્ર હતો, જે જીતેને લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, તેણે જે કંઇ પણ કર્યું છે તેનો તેને અફસોસ છે અને તેથી તે આત્મહત્યા કરવા માટે જઇ રહ્યો છે.
પોલીસે જણાવ્યું છે કે જીતેન ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. 2005માં તેણે ગુંડાગર્દી અને ચોરીના કારણે કેટલોક સમય જેલમાં વિતાવવો પડ્યો હતો, 2002માં ડિસેમ્બરમાં તેના પર ડ્રગ ચાર્જ લગાવવામાં આવ્યા હતા.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
