For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય યુગલને મળી ઓસ્ટ્રેલિયામા રહેવાની પરવાનગી

By Super
|
Google Oneindia Gujarati News

australia
સિડની, 15 જૂનઃ એક પરણિત યુગલ ઓસ્ટ્રેલિયામાં રહેવા માટેનો કેસ જીતી ગયા છે, રેફ્યુજી સ્ટેટ્સ ક્લેમિંગમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો આ યુગલ ભારત જશે તો બની શકે કે કદાચ તેમની હત્યા કરી દેવામાં આવે કારણ કે, બન્ને જૂદી જાતિના છે. કેનબરાની કોર્ટ દ્વારા આ યુગલની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને રેફ્યુજી ઓથોરિટીઝ પંજાબના રહેવાસી યુગલ સામે કરેલી રીટને ફગાવી દીધી હતી.

તેમ છતાં એવું જણાવવામાં આવે છે કે જો આ ઓથોરિટી ફડરલ સર્કિટ કોર્ટમાં અપીલ કરે તો બની શકે કે કદાચ આ યુગલને ડીપોર્ટેડ કરવામાં આવી શકે છે. આ યુગલ સિખ અને બેકવર્ડ હિન્દુ કાસ્ટમાંથી આવે છે. જેમણે 2007માં લગ્ન કરી લીધા હતા, પરંતુ યુવકના માતા-પિતાએ આ લગ્નનો સ્વિકાર કરવાનો ઇન્કાર કર્યો ત્યારથી બન્ને ભારતમાં અલગ રહી રહ્યાં હતા. 2008માં આ યુગલ ભારતથી ઓસ્ટ્રેલિયા આવી ગયું હતું અને ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન અને સિટિઝનશીપ સમક્ષ તેમણે પ્રોટેક્શન વિઝા માટે અપીલ કરી હતી, જો કે તે સ્વિકારાઇ નહોતી, બાદમા યુગલ રેફ્યુજી રિવ્યુ ટ્રિબ્યુનલ સમક્ષ પોતાનો મુદ્દો લઇ ગયું હતું.

ટ્રિબ્યુનલે એ બાબત આગળ ધરીને તેમની અરજીનો અસ્વિકાર કર્યો હતો કે તેઓ ભારતના મોટા શહેર જેમ કે નવી દિલ્હી અને મુંબઇને પોતાનું રહેણાક સ્થળ બનાવી શકે છે. જો કે, યુવકે જણાવ્યું હતું કે તેનો પરિવાર રાજકારણ અને પોલીસમાં મોટી વગ ધરાવે છે, જેથી અમે ભારતમાં ગમે તે સ્થળે રહે તેનો પરિવાર અમને બન્નેને સહેલાયથી શોધી શકે છે. ત્યારબાદ ફેડરલ સર્કિટ કોર્ટે તેમના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો.

English summary
A married Indian couple have won the right to stay in Australia, for now, after seeking refugee status claiming they might be killed if they returned to India as they are from different castes. A court in Canberra ruled in favour of the couple who hail from Punjab after their plea for refugee status was rejected by Australian immigration and refugee authorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X