ઑસ્ટ્રેલિયામાં ભારતીય પરિવારની સાથે વંશીય હુમલો

nri
મેલબોર્ન, 27 જૂન: ઑસ્ટ્રેલિયામાં રહેનાર એક ભારતીય ઉદ્યમીનો આરોપ છે કે બે લોકોએ તેના પરિવારને વંશીય આધાર પર ગાળો આપી અને તેમની થૂક્યા. આરોપ છે કે ઑસ્ટ્રેલિયામાં ક્વીંસલેંડ રાજ્યના ઇપ્સવિચ વિસ્તારમાં બનેલી 'ઇન્ડિયન મહેફિલ' નામની રેસ્ટોરન્ટના માલિક, રાજ શર્મા, તેમની પત્ની અને બે બાળકોને તેમની રેસ્ટોરન્ટની બહાર બે લોકોએ વંશીય આધાર પર ગાળો આપી અને તેમની પર થૂંકવા જેવું કૃત્ય કર્યું.

ઇપ્સવિચ સિટી કાઉંસિલ સેફ સિટી પ્રોગ્રામ અને પોલીસે આ મામલામાં બે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે. તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પર સાર્વજનિક રીતે ઉત્પાત કરવાનો આરોપ લગાવ્યો છે.

ક્વીંસલેંડ ટાઇમ્સના સમાચાર અનુસાર, 22 વર્ષીય એક યુવકને ભારતીય પરિવાર પર હુમલાના આરોપમાં પકડવામાં આવ્યો છે અને તેને 16 જુલાઇના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ યુવકને બાદમાં ઘરમાં જ નજરકેદ રહેવાના આધાર પર જામીન આપી દેવામાં આવ્યા છે. બીજા વ્યક્તિને ઉલ્લંઘન નોટિસ જારી કરી દેવામાં આવી હતી. ઇપ્સવિચ કાઉંસિલર એડ્રિયૂ એંટોનિયોલીના કાર્યાલય ઇંડિયન મહેફિલવાળા માર્ગની બીજી બાજું જ છે. તેમણે જણાવ્યું કે આ હુમલો અસ્વીકાર્ય છે.

તેમણે જણાવ્યું કે, 'એ સ્પષ્ટ છે કે આ પરિવાર નિયમિત રીતે ચર્ચ ગાર્ડનથી વંશીય હિંસાનો સામનો કરી રહ્યો છે.' તેમણે જણાવ્યું કે 'વંશીય ભેદભાવ, ભાષા અને હુમલાના નજરીયાથી આ ઘટના ખૂબ જ પરેશાન કરનારી છે.' શર્માએ જણાવ્યું કે ત્રણ લોકો સેંટ પૉલ ચર્ચની નજીક પહાડી વિસ્તારમાં બેઠા હતા અને તેમણે ઇન્ડિયન મહફિલની બહાર બનેલા બાકડા પર બેઠેલા તેમના પરિવાર પર વંશીય ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. તેમણે આવા હુમલા રેસ્ટોરન્ટના કર્મચારી પર શરૂ કરી દીધા, જે બહાર ગયો હતો, ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે તેની પર પણ હુમલો કરી દીધો.

શર્માએ જણાવ્યું કે 'હું મારી પત્ની અને બાળકોને તુરંત અંદર લઇ ગયો અને મેં પોલીસને બોલાવી લીધી.' આગળ તેમણે જણાવ્યું 'તે ગ્રુપમાંથી એક વ્યક્તિ રેસ્ટોરન્ટની અંદર આવ્યો અને તેણે જોરજોરથી ગાળો આપવાની ચાલુ રાખ્યું, અને પરિવાર પર થૂક્યો.'

તેમણે જણાવ્યું કે ભારતીય મૂળના કર્મચારીઓ, પર નિયમિત રીતે હુમલા થતા રહે છે. અઠવાડીયામાં એકવાર તો આવા હુમલા થાય જ છે. શર્માએ જણાવ્યું કે 'આવું સામાન્ય રીતે થાય છે. પહેલા આ રાતમાં થતું હતું. હવે તે ધોળા દિવસે પણ થવાનું શરૂ થઇ ગયું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X