બ્રિટેનમાં પત્નીના હત્યારા ભારતીયને જનમટીપની સજા!

સમાચાર પત્ર 'ધ મિરર' અનુસાર, સ્ટેપોર્ડ ક્રાઉન કોર્ટે 33 વર્ષિય દેવેન્દ્ર સિંહને પોતાની પત્ની ચાર્લોટ સ્મિથ (41)ની હત્યાના દોષી પામતા તેને જનમટીપની સજા ફટકારી છે. સાથે કોર્ટે તેને સતત 16 વર્ષ સુધી પેરોલ નહી આપવાનું પણ જણાવ્યું છે.
દેવેન્દ્ર પર ગયા વર્ષે 3 સપ્ટેમ્બરના રોજ સ્ટેફોર્ડશાયરમાં લીકની પાસે લૈડ્ડીગે સ્થિત ઘરમાં લગભગ બે કિલોગ્રામના લાકડાના બનાવેલ હાથીથી સ્મિથના માથા પર ફટકા મારી તેની હત્યા કરવાનો આરોપ હતો. આ આરોપ સાબિત થઇ જતા કોર્ટે તેને આજે જનમટીપની સજા ફટકારી છે.
રિપોર્ટ અનુસાર સ્મિથે દેવેન્દ્ર પાસે છૂટાછેડા માંગ્યા હતા, કારણ કે તે તેની સાથે પોતાના સંબંધોથી ખુશ ન્હોતી. જેનાથી નારાજ દેવેન્દ્રએ સ્મિથની હત્યા કરી દીધી અને લાકડાના હાથીને બગીચામાં ફેંકીને લંડન ભાગી ગયો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ સ્મિથના પરિવારને તેનો મૃતદેહ મળ્યો. સ્મિથના પરિવારે કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો છે.
સ્મિથની દેવેન્દ્ર સાથે મુલાકાત ગોવામાં 2008માં થઇ હતી જ્યારે તે પોતાના પરિવાર સાથે રજા માણવા આવી હતી. અત્રેથી જ તેમના સંબંધ પરિણયમાં બદલાયા અને તેમણે 2010માં ગોવામાં લગ્ન કરી લીધા. વિઝા મળ્યા બાદ દેવેન્દ્ર સ્ટૈફોરશાયર જતો રહ્યો. જોકે તેને ત્યાં કોઇ કામ ન્હોતું મળતું એટલે સ્મિથના પરિવારજનોએ તેના માટે અત્રે એક દુકાન ખોલી આપી હતી.












Click it and Unblock the Notifications
