ગૌરવઃ એનબીએના ઇતિહાસમાં પહેલીવાર ભારતીયને મળ્યું સ્થાન
વોશિંગ્ટન, 9 જુલાઇઃ વિશ્વ બાસ્કેટબોલના સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ-નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન(એનબીએ) લીગમાં પહેલીવાર ભારતવંશીનો પ્રવેશ થયો છે. આ ગૌરવ મળ્યું છે, 21 વર્ષીય સિમ ભુલ્લરને.

ભુલ્લરની લંબાઇ 7.2 ફૂટ છે. તેમના માતા-પિતા પંજાબ પ્રાંતના છે. ધ ગ્લોબ એન્ડ મેલે ભુલ્લરના હવાલાથી લખ્યું છેકે, મારી લંબાઇના લોકોની કારકિર્દી બહુ લાંબા સમયની નથી હોતી. તેવામાં મને અને મારી સાથે કરાર કરનારી ટીમે તેનો ફાયદો ઉઠાવવો પડશે. હું હવે કોલેજ સ્તર પર નહીં રમું, કારણ કે ત્યાં ઇજાગ્રસ્ત થવાનું જોખમ છે. હું પૈસા માટે નથી રમવા માગતો. મારું સ્વપ્ન સર્વોચ્ચ સ્તર પર રમવાનું છે. ભુલ્લરના નાના ભાઇ તનવીર ન્યુ મેક્સિકો સ્ટેટની કોલેજ બાસ્કેટબોલ ટીમના સભ્ય છે અને એનબીએમાં રમવાનું સ્વપ્ન ધરાવે છે.












Click it and Unblock the Notifications
