For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલમ્બિયા વિશ્વવિદ્યાલય સાથે જોડાયાં વિશાખા દેસાઇ

|
Google Oneindia Gujarati News

vishakha desai
ન્યુયોર્ક, 06 ઑક્ટોબરઃ ભારતીય મુળની અમેરિકન કલા ઇતિહાસકાર વિશાખા દેસાઇને કોલમ્બિયા વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ લી સી. બોલિંગર માટે વૈશ્વિક મામલાની વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ પહેલા વિશાખા એશિયા સોસાયટીની અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂકી છે.

બોલિંગરે દેસાઇની નિયુક્તિ અંગેની ઘોષણા કરતા કહ્યું કે, વિશાખા દેસાઇના નેતૃત્વમાં એશિયા સોસાયટીના શાનદાર સફળતા મળી છે. વિશાખા એક જાન્યુઆરીથી યુનિવર્સિટી સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સમાં પ્રોફેસર તરીકે પણ પોતાની સેવા આપશે.

ભારતમાં જન્મેલી વિશાખાએ એશિયા સોસાયટીમાં 22 વર્ષ જેટલો સમય સેવા આપી છે અને આઠ વર્ષ સુધી તે અધ્યક્ષ રહી. એશિયા સોસાયટી એક એવું શૈક્ષણિક સંગઠન છે, જે એશિયા અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને સમજ અને મજબૂતી સાથે વધારો આપવા માટે સમર્પિત છે.

વિશાખાએ કહ્યું છે, " હું અધ્યક્ષ બોલિંગર સાથે કામ કરવું અને કોલમ્બિયાની વૈશ્વિક મહત્વકાંક્ષાઓ માટે એક સમન્વિત દૃષ્ટિકોણ વિકસિત કરવાને લઇને ઘણી ઉત્સાહિત છું. હું વિશ્વભરમાં સક્ષમ અને વિશ્વસ્તર પર સાક્ષર વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે વિશ્વવિદ્યાલયની બૌધિક ભૌગોલિક અને યથાર્થવાદી વિશિષ્ટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું."

English summary
Indian origin American art historian Vishakha Desai will join Columbia University as special advisor of university president Lee C. Bollinger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X