ઇસ્લામ નહીં કબૂલતા ભારતીય વિદ્યાર્થીની જીભ કાપી નાખી

બોન પોલીસના પ્રવક્તા હારી કોલ્બેએ ડોયચે વેલેને જણાવ્યું કે 'ક્રિસમસના એક દિવસ પહેલાની રાત્રે અમને જાણકારી મળી કે 10 વાગ્યે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે, તેને ગંભીર ઇજા પહોંચી છે. 24 વર્ષના આ યુવકની જીભનો એક ભાગ કાપી લેવામાં આવ્યો છે અને સતત ખૂન વહી રહ્યું છે.'
આ ભારતીય યુવકે બોન પોલીસને જણાવ્યું કે તે શહેરના ગીચવસ્તીવાળા વિસ્તાર પોપલ્સડોર્ફની તરફ જઇ રહી હતી. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ તેને રોકીને પોતાનો ધર્મ બદવા દબાણ કર્યું હતું. વિદ્યાર્થી દ્વારા ના કહેતા તેની સાથે આવુ કૃત્ય કરવામાં આવ્યું હતું.
કાર અંગે પોલીસ પાસે કોઇ જાણકારી નથી. ત્યાંથી પસાર થઇ રહેલી એક મહીલાએ યુવકના મોમાંથી લોહી વહેતા જોઇ તેની મદદ માટે એમ્બ્યુલન્સ બોલાવી. કોલ્બેએ જણાવ્યું કે 'તેમને ઘટના અંગેની જાણકારી મળતા જ તપાસ શરૂ કરી દીધી છે. અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે અને યુવકના કપડા પોલીસ કબ્જામાં લેવાયા છે અને તેના લોહીની તપાસ કરાવાઇ છે.'
આ મામલો 24 ડિસેમ્બરનો છે પરંતુ પોલીસે આની જાણકારી બુધવારે આપી. ત્રણ દિવસ બાદ પણ પોલીસ પાસે હુમલાખોરો અંગે કોઇ જાણકારી નથી. તેમની પાસે માત્ર એટલી જ જાણકારી છે જેટલી આ યુવકે આપી હતી.












Click it and Unblock the Notifications
