અમેરિકામાં ગૂમ થયેલી ભારતીય મૂળની બાળકીનું મોત

અધિકારીએ જણાવ્યું કે આ અંગે અમે એક પારિવારિક મિત્ર રઘુનાનીઅન યાનેદામુરીની ધરપકડ કરી છે. પોલીસને દિશાવિહિન કરવા તે બાળકીને શોધવાનું નાટક કરી રહ્યો હતો. સાનવીના માતા-પિતા સોફ્ટવેર એન્જીનિયર છે. માટે સાનવીની દેખભાળ તેમની દાદી સત્યવતી કરી રહી હતી.
પોલીસને આશંકા છે કે 'ગયા સોમવારે વેના પરિવારના પડોસમાં રહેનાર રઘુનંદને સાનવીના અપહરણનું કાવતરૂ રચ્યું હતું. રઘુનંદન એ સમયે સાનવીના ઘરે પહુંચ્યો જ્યારે માતા-પિતા નોકરી ગયા હતા. જ્યારે રઘુનંદન સાનવીને લઇને જવા લાગ્યો ત્યારે તેની દાદીએ તેને રોકવાની કોશિશ કરી તો તેણે તેમની પણ હત્યા કરી નાખી.'
ઉલ્લેખનીય છે કે સોમવારે અજાણ્યા લોકોએ સાનવીનું અપહરણ કરી તેની દાદીની હત્યા કરી નાખી હતી. અધિકારીયોએ સાનવીને સુરક્ષીત ઘરે લાવવામાં મદદ કરનારને 50, 000 ડોલરનું ઇનામ પણ જાહેર કર્યુ હતું.












Click it and Unblock the Notifications
