For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ ભારતીયની હત્યા કરવા બદલ 17 વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

jail
ન્યુયોર્ક, 10 જુલાઇઃ નર્સિંગ હોમમાં રૂમ સાથે શેર કરી રહેલા એક 71 વર્ષીય ભારતીય મૂળની વ્યક્તિની હત્યા કરવા બદલ 67 વર્ષીય શખ્સને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. થોમસ યાર્નાવિક નામના શખ્સે વ્હીલચેરના ફૂટરેસ્ટથી જલિલાલ સિંહ પર હુમલો કર્યો હતો. થોમસને ગયા વર્ષે ક્વીન્સ નર્સિંગ હોમ ખાતે બોલાચાલી થયા બાદ પોતાના રૂમમેટ પર હુમલો કરવાના કેસામાં ગઇકાલે દોષી જાહેર કરવામાં આવ્યો છે.

ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ એટોર્ની રિચાર્ડ બ્રાઉને વિચલિત ગણાવી છે. પોતાના બચાવમાં, પ્રતિવાદીએ પોતાની પ્રતિક્રિયા અને કોર્ટ દ્વારા ન્યાયના અર્થે તેને આપવામાં આવતી સજાની જવાબદારી સ્વીકારી છે. બ્રાઉને પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, થોમસ નર્સિંગ સેન્ટરમાં સિંહ સાથે રૂમ શેર કરતો હતો. ગયા વર્ષે ઑક્ટોબરમાં બન્ને વચ્ચે ક્વાર્ટરને વિભાજીત કરવાને લઇને તકરાર થઇ હતી.

તકરાર દમિયાન થોમસ ગુસ્સે ભરાયો હતો અને તેણે બીજી વ્હીલચેરમાંથી ફૂટરેસ્ટ બહાર કાઢીને સિંહના માથામાં પ્રહાર શરૂ કરી દીધા હતા. અમુક કલાકો બાદ સિંહનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા થોમસની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન મળ્યા નહોતા.

English summary
A 67-year-old man has been sentenced to 17 years in prison for beating his 71-year-old Indian-origin roommate to death with a wheelchair footrest at a nursing home here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X