શાંતા બનીને બાળકો સાથે અડપલા કરનારા બે ગુજરાતીઓની ન્યુજર્સીમાં ધરપકડ
નવા વર્ષ પહેલા ન્યૂજર્સી પોલીસે ઓપરેશન બેડ સાન્ટા હેઠળ 12 પુરુષોની ધરપકડ કરી છે. સગીરોને જાતીય સંબંધો માટે મળવાનો પ્રયાસ કરવાના આરોપસર બે ગુજરાતીઓ અક્ષ શાહ અને હરેશકુમાર ઉર્ફે હેરી વાળાની પણ ધરપકડ કરાઈ છે.

મિડલસેક્સ કાઉન્ટીના પ્રોસિક્યુટર યોલાન્ડા સિકોને જણાવ્યું કે, આ ઓપરેશનમાં 23 થી 65 વર્ષના 12 આરોપીઓ પકડાયા છે. એક મિડલ સ્કૂલ શિક્ષક અને યુવા કાર્યક્રમ સંયોજક હતા. તે સગીરોને જાતીય પ્રવૃત્તિ માટે મળવાની આશામાં નિવાસસ્થાને ગયા હતા.
પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર સગીરનો ઢોંગ કરી ઓપરેશન ગોઠવ્યું. આરોપીઓને મિડલસેક્સના નિર્ધારિત સરનામે મળવા બોલાવ્યા. 8 થી 15 ડિસેમ્બર દરમિયાન આ અભિયાનમાં પોલીસ વિભાગો, હોમલેન્ડ સિક્યુરિટી, એફબીઆઈ નેવાર્કનો સહયોગ હતો.
પકડાયેલા આરોપીઓમાં ઈસ્ટ બ્રુન્સવિકના 23 વર્ષીય અક્ષ શાહ, ડૂનેલનના હરેશ ઉર્ફે હેરી વાળા અને બ્રિજવોટરના 38 વર્ષીય વેદાંત ખંડેલવાલ સામેલ છે.
અક્ષ શાહ પર ત્રણ આરોપો લગાવાયા છે, જેમાં સગીરને અશ્લીલ સામગ્રી વહેંચવાનો પણ સમાવેશ થાય છે. આરોપીઓના ઇમિગ્રેશન સ્ટેટસની વિગતો જાહેર કરાઈ નથી.












Click it and Unblock the Notifications
