For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 દિવસોમાં 3,500થી વધુ ભારતીયો ઇરાકથી ફર્યા પરત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

iraq
નવી દિલ્હી, 20 જુલાઇ: ગત એક મહિનામાં 3,500થી વધુ ભારતીયોએ સંકટગ્રસ્ત ઇરાકથી પુનરાગમન કર્યું છે. જો કે યુદ્ધગ્રસ્ત દેશના ઘણા અશાંત વિસ્તારોમાં હજુ સુધી 50 ભારતીય નાગરિક ઉપલબ્ધ છે જેમાં મોસૂલમાં કેદ 39 ભારતીય કામદારોનો પણ સામેલ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતીયોને પરત લાવવા માટે પહેલાં જ 2,500 ટિકીટોને ઉપયોગમાં લેવામાં આવી છે. અભિયાન દરમિયાન વધારાની 1,000 ટિકીટોની વ્યવસ્થા ભારતીય કામદારોને નિયોક્તાઓ દ્વારા કરવામાં આવી.

તેમણે કહ્યું કે 39 ભારતીયોની સુરક્ષિત વાપસી માટે મંત્રાલય દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું છે. આ ભારતીય સંકટગ્રસ્ત ઇરાકમાં સુન્ની ચરમપંથીઓ આઇએસઆઇએસની કેદમાં છે. કામદારોની મુક્તિ માટે સરકાર પણ બધા પડોશી ખાડી દેશોના સંપર્કમાં છે. આ દરમિયાન આધિકારીક સૂત્રોએ જણાવ્યું કે અત્યારે પણ ત્યાં કેટલાક વિધ્નો છે કારણ કે સારા પ્રયત્ન છતાં કેટલાક ભારતીય ત્યાંથી પરત ફરવા માટે તૈયાર નથી.

ઇરકમાં અલકાયદા સમર્થિત સુન્ની ચરમપંથીઓ અને સરકારી સૈન્યદળો વચ્ચે ભીષણ સંઘર્ષ શરૂ થતાં પહેલાં લગભગ 10,000 ભારતીય ઇરાકમાં હતા. વિદેશ મંત્રાલય તેમના પુનરાગમનની સુવિધાઓ પુરી પાડી રહી છે. અનુમાન છે કે લગભગ 6500 ભારતીય સંકટ રહિત વિસ્તારોમાં હાજર છે. તેમાંથી મોટાભાગના ભારતીય બિન સંકટગ્રસ્ત કુર્દિસ્તાન અને બસરા જેવા વિસ્તારોમાં હાજર છે.

English summary
Over 3,500 Indians have been evacuated from conflict-hit Iraq in the last one month even as nearly 50 Indian nationals still remain in the conflict zones of the war-torn country including 39 construction workers who are in captivity in Mosul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X