For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવિતા હલપ્પનાવર કેસ: દોષી નર્સે કહ્યું 'Sorry' !

|
Google Oneindia Gujarati News

savita
લંડન, 11 એપ્રિલ: આયર્લેન્ડના કેથલિક દેશ હોવાના કારણે ભારતીય ડેન્ટીસ્ટ સવિતા હલપ્પનાવરનું ગર્ભપાત નહીં કરી શકવાની મજબૂરી વ્યક્ત કરતા નર્સે માફી માગી છે. એન્ન મારિયા બુર્કેએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે આ ટિપ્પણી સવિતા હલપ્પનાવરના મૃત શિશુ પેદા થવાના અને સવિતાના મૃત્યુના થોડા દિવસ પહેલા કરી હતી. આ ઘટના યુનિવર્સિટી હોસ્પિટલ ગાલવેની છે.

આયરિશ મીડિયાના રિપોર્ટ અનુસાર સિનિયર નર્સે જણાવ્યું કે જ્યારે 31 વર્ષીય સવિતાએ જણાવ્યું કે તે હિંદુ છે અને તેના દેશમાં તે ગર્ભપાત કરાવી શકતી હતી, માટે તેણે તેને દેશના કાનૂન અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો.

બુર્કેએ ગાલવેના કોરોનર ડો. સિયારાન મેકલોગલિનને જણાવ્યું કે 'મે જણાવ્યું હતું કે આ એક કેથોલિક દેશ છે, મેં દુ:ખદ સ્થિતિમાં એ વાત કહી હતી. એ અમારા વચ્ચેની વાતચીતનો એક ભાગ હતો.' બુર્કેએ જણાવ્યું કે મને પછતાવો છે કે મેં આવું કહ્યું હતું.

ગયા વર્ષ 21 ઓક્ટોબરના રોજ પીડા થતા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા દરમિયાન હલપ્પનાવર માત્ર 17 અઠવાડીયાની ગર્ભવતી હતી. ત્રણ દિવસ બાદ તેના દ્વારા એક મૃત બાળકી જન્મી અને પ્રસવના તુરંત બાદ તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની હાલત નાજુક હતી. 28 ઓક્ટોબરના રોજ સવિતાનું સેપ્ટિસિમિયાના કારણે હૃદય હુમલો આવવાથી મૃત્યું થયું હતું.

English summary
Savita Halappanavar's midwife apologises for telling her she couldn't have an abortion in Ireland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X