કેન્યા હુમલો: ભારતીય રેડિયો જૉકીનું દુ:ખદ મોત
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : નેરોબીના મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય અથવા ભારતીય મૂળના લોકોના માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં કેન્યામાં રહેતી ભારતીય મૂળની ફેમસ મીડિયા પર્સનાલીટી રૂહિલા અદાતીયા સૂદનું પણ મોત થયું છે.
ઇસ્લામી આતંકવાદીઓ અનુસાર બર્બર હુમલામાં અત્યાર સુધી 68 લોકોના માર્યા ગયાના સમાચાર છે. હુમલો થયો એ સમયે રૂહિલા વેસ્ટગેટ મોલના રૂફટોપ કાર પાર્કમાં હતી, જ્યાં તે ટીમની સાથે નાના બાળકો માટે કૂકિંગ પ્રતિયોગિતાનું આયોજન કરી રહી હતી.
રુહિલાના લગ્ન કેતન સૂદ સાથે થયા જે નેરોબીમાં યૂએસએડમાં કામ કરે છે. તે ગર્ભવતી હતી. રૂહિલા રેડિયો અફ્રિકાના મીડિયા ગ્રુપ ઇસ્ટ એફએમમાં પ્રેંજેટર હતી. તે કોઇ ટીવી, ઇ-ન્યૂઝ, કિસ 100 અને એક્સ-એફએમ પર એન્ટરટેઇનમેન્ટ સમાચારોની હોસ્ટ હતી.

તેમની સહયોગી કમલ કૌરે જણાવ્યું 'અમારી તરફ એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો અને તે બ્લાસ્ટ થઇ ગયો. આ જ સમય દરમિયાન અમારી પર ગોળીબાર કરવામાં આવી. મારો છોકરો બચી ગયો. દિવાલ સાથે અડીને ઉભેલા એક છોકરાને એ ગોળી વાગી.'
કૌરે જણાવ્યું કે 'ત્યારબાગ એ ફરીથી આવ્યો અને મોટી રાઇફલથી ગોળીઓ વરસાવવા લાગ્યો. મારી પુત્રી બધાને ધીમા અવાજે કહેતી હતી કે મરવાની એક્ટિંગ કરો તે ગોળીઓ નહીં ચલાવે.'












Click it and Unblock the Notifications
