For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકીઓની એકલા હાથે સેવા કરી રહ્યો છે આ બહાદુર શીખ

|
Google Oneindia Gujarati News

ઇરાકમાં આઇએસઆઇએસ આતંકવાદીઓના ડરથી પોતાનું ઘર-બાર છોડીને ભાગેલા શરણાર્થી જ્યારે જુવે છે કે એક પાઘડીધારી વ્યક્તિ એકલો જ તે હજારો લોકોની સેવામાં લાગેલો છે, તેમને ફળ, પાણી અને ખાવાનું વહેંચી રહ્યો છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે. પાઘડીધારી શાંતિદૂત રવિસિંહ છે જે કુર્દિસ્તાન એક એરબિલમાં શરણાર્થિયોની સેવા કરી રહ્યા છે.

બ્રિટેનની સંસ્થા ખાલસા એડના સીઇઓ રવિ સિંહ યુદ્ધ પીડિતોની મદદ માટે પોતાનું યોગદાન આપવા માટે પહોંચ્યા છે. તેઓ પાણી અને ફળ આપવાથી લઇને ભોજન સુધીની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે, તેમનાથી જે સંભવ બની રહ્યું છે તે તેઓ કરી રહ્યા છે. સિંહ કહે છે કે 'આમાંથી મોટા ભાગના લોકો શીખો અંગે કંઇ જાણતા નથી. તેમને માત્ર એટલું ખબર પડે છે કે અમે ભારતીય છીએ. તેઓ એક પાઘડીધારીને સેવા કરતા જોઇને આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે તેમને ભગાડનાર પણ પાઘડી અને દાઢી રાખે છે.'

iraq
ઇરાકમાં આઇએસઆઇએસના હુમલાના ભયથી ઇસાઇ અને યજીદી સમુદાયોના લોકો સુરક્ષિત વિસ્તારોમાં શરણ લઇ રહ્યા છે રવિ સિંહએ આ શરણાર્થિયો માટે એક રિલીફ મિશન શરૂ કર્યું છે. તેઓ જણાવે છે 'અમે પીવાનું સાફ પાણી, ખાવાનું અને રહેવાની જગ્યા અપાવવામાં તેમની મદદ કરીએ છીએ.'

સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ એરબિલ આવ્યા હતા તો તેમને ત્રણથી ચાર હજાર લોકો સેંટ જોસેફ ચર્ચમાં શરણાર્થીઓ મળ્યા. તેમને ઝાડથી લઇને દૂધ સુધી દરેક વસ્તુની જરૂરીયાત હતી. ત્યારે રવિ સિંહે પોતાની જેમ વિચારનારા વધુ લોકોને જમા કરીને એક નેટવર્ક બનાવ્યું અને ચોખા અને શાકભાજી વહેંચવાનું શરૂ કર્યું.

હવે રવિ સિંહને ઘણા અન્ય સ્થળેથી ફોન આવી ચૂક્યા છે જ્યાં તેમના જેવા લોકોની જરૂરીયાત છે. સિંહ કહેવાય છે કે ખાલસા ક્યારેય આવી પરિસ્થિતિમાં પીછેહઠ નથી કરતું શીખ હોવાના કારણે સેવા કરવી અમારું કર્તવ્ય છે.

English summary
A lone turbaned Sikh distributing disinfectants, fruits and medicines to Yazidis and Assyrian Christian refugees who have taken shelter in Erbil, Kurdistan, invites curious glances from everyone, making many wonder about the Santa-like man with a flowing white beard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X