બોબી જિંદાલની કારને અકસ્માત, માંડ-માંડ બચ્યા

લુસિયાના પ્રાંતીય પોલીસે જણાવ્યા પ્રમાણે આ અકસ્માત ગત સાંજે ઓકાહોમા માર્ગ પાસે નિકોલસન ડ્રાઇવ પર થઇ.
કેપ્ટન ડગ કેનનું કહેવું છે કે ટ્રોલીવાલી એક ટ્રકે પ્રાંતીય પોલીસને બે વાહનો આગળ ખોટી રીતે યુટર્ન લીધો. કેન અનુસાર ગવર્નર જિંદાલ પોતાના કાફલા સાથે પહેલી એસયુવીમાં હતા, જેને ટ્રકે ટક્કર મારી હતી. સમાચાર અનુસાર બીજી એસયુવી થાંભલા સાથે અથડાઇ હતી.
ગવર્નર કાર્યાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ધટનામાં ગવર્નરને કોઇ ઇજા પહોંચી નથી અને તે લુસિયાના પોલીસનો આભાર વ્યક્ત કરે છે કે દરરોજ તેમને અને તેમના પરિવારને સુરક્ષિત રાખે છે.
જિંદાલ કોઇ અમેરિકન પ્રાંતના ભારતીય મૂળના પ્રથમ ગવર્નર છે. તે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મુખ્ય આલોચક છે અને તેમને રિપબ્લિકન પાર્ટી તરફથી 2016ના રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે જોવાઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
