For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ સાથે વિક્રમ ચટવાલ અમેરિકામાં ઝડપાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vikram-chatwal
ન્યૂયોર્ક, 5 એપ્રિલ: ભારતીય મૂળના હોટલ વ્યવસાયી વિક્રમ ચટવાલને આ અઠવાડિયાની શરૂઆતમાં ફ્લોરિડાના એક એરપોર્ટ પરથી કથિત રીતે માદક પદાર્થોના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

ટીએમઝેડ વેબસાઇટના અનુસાર વિક્રમ ચટવાલ ગત બીજી એપ્રિલના રોજ લોડરડેલ-હોલીવુડ આંતરરાષ્ટ્રીય અડ્ડા પર ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (ટીએસએ)ના અધિકારીઓએ તેમની પાસેથી માદક પદાર્થોનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમાં કોકીન, હેરોઇન અને અન્ય કેટલાક પદાર્થ તથા ગોળીઓ હતી.

તેમને બ્રવાર્ડ કાઉન્ટી શેરિફના કાર્યાલયે તે સમયે તેમની ધરપકડ કરી હતી, જ્યારે તે માદક પદાર્થોની સાથે વિમાન પર ચઢવા જઇ રહ્યાં હતા. વિક્રમ ચટવાલની ધરપકડના સમાચાર પર જ્યારે સંત ચટવાલના હૈમ્પશાયર હોટલ્સ એન્ડ રેજોર્ટના મીડિયા કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો તો ત્યાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં આ મુદ્દે કોઇ ટિપ્પણી કરવામાં નહી આવે. મીડિયા કાર્યાલય દ્રારા આ અંગે કંઇપણ કહેવામાં આવ્યું ન હતું શું વિક્રમ ચટવાલ હજુ સુધી ફ્લોરિડામાં છે.

મળતી માહિતી અનુસાર 41 વર્ષીય વિક્રમ ચટવાલે પોલીસ સમક્ષ સ્વિકાર કર્યો છે કે તેમને માદક પદાર્થોને અવૈધ રીતે ખરીદયાં હતા અને તેને લઇ જઇ રહ્યાં હતા.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Indian-American hotelier Vikram Chatwal, arrested earlier this week at a Florida airport for allegedly carrying drugs, has been released on bond.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X