રસિકલાલ પટેલ હત્યાકાંડ કેસમાં, રાજસ્થાનથી પકડાયો નોકર
રસિકલાલ હત્યાકાંડ કેસમાં ક્રાઇમ બ્રાંચે આરોપીને રાજસ્થાનની પકડ્યો. શાંતિલાલ નામનો નોકર પહેલા રસિકભાઇને ત્યાં કામ કરતો હતો. તેણે જ લૂંટ અને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં રસિકલાલ મહેતા હત્યાંકાંડ બાદ આખરે તેનો આરોપી રાજસ્થાનથી પકડાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે મરનાર રસિકલાલ પટેલ ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલના વેવાઇ છે. અને તે અમદાવાદના નવરંગપુરા એક ભવ્ય બંગલામાં લાંબા સમયથી રહેતા હતા. જ્યાં રસિકલાલના જૂના નોકરે તેમને બોથડ પર્દાર્થ મારી હત્યા કરી હતી. અને ત્યાર પછી ઘરમાંથી પૈસા અને દાગીના લૂંટી, તેમના જ છોકરાની કારમાં ફરાર થઇ ગયો હતો.

દર્શન સોસાયટીમાં રહેતા રસિક લાલને ત્યાં આ નોકર પહેલા કામ કરતો હતો. શાંતિલાલ નામના આ નોકરને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનની પકડી લીધો છે. ઉલ્લેખનીય છે ગત ગુરુવારે રાતે લૂંટના ઇરાદે આરોપી રસિક લાલના બંગલામાં ઘૂસ્યો હતો. તેમને મારી તેમની લાશને ઠેકાણે લગાવી તે સોના ચાંદીની વસ્તુઓ લઇ ગાડીમાં ભાગ્યો હતો. જો કે સીસીટીવી ઇમેજમાં આધારે આખરે પોલીસ તેની શોધી નીકાળવામાં સફળ રહી હતી.












Click it and Unblock the Notifications
