For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાદથી ભરપૂર અને પૌષ્ટિક પાલક કઢી આ રીતે બનાવશો તો બધા તમારા વખાણ કરશે

સ્વાદ અને પોષણથી ભરપૂર શિયાળામાં સહુની મનપસંદ પાલક કઢી આ રીતે બનાવો. ફટાફટ બની જશે.

By Desk
|
Google Oneindia Gujarati News

Palak Kadhi: ખીચડી કે બાજરીના રોટલા સાથે કઢી મારુ તો પ્રિય ભોજન છે. એમાંય જો કઢી પાલકની હોય તો પૂછવુ જ શું. આજની આ રેસિપી કંઈક આવી જ છે. સ્વાદનો ખજાનો અને પોષણથી ભરપૂર પાલકની કઢીમાં ખૂબ જ આયર્ન અને મિનરલ્સ હોય છે. પાલકની કઢીને સવારે બાજરીના રોટલા કે ભાત સાથે, ડિનરમાં ખીચડી સાથે પીરસી શકાય છે. આને બનાવવાની આ રીત એટલી સરળ છે કે નાના છોકરાઓ પણ બનાવી લેશે. તો આવો જાણીએ આ સરળ રીત.

palak kadhi

4 સભ્યો માટે

તૈયારીનો સમય -15 મિનિટ
બનાવવાનો સમય - 20 મિનિટ

સામગ્રી

  • પાલકના પાન - 30-35
  • ખાટુ દહીં - 1 કપ
  • ચણાનો લોટ - 2 ચમચી
  • તેલ - 2 ચમચી
  • લીલા મરચાં - 2-3
  • આદુ - 1 ઇંચનો ટુકડો
  • સૂકા લાલ મરચાં - 4-5
  • ડુંગળી - 1
  • જીરુ - 1 ચમચી
  • મીઠુ - સ્વાદ મુજબ
  • હળદર પાવડર - એક ચપટી

પાલકની કઢી બનાવવાની રીત

  • સૌ પ્રથમ ચણાનો લોટ, દહીં અને બે કપ પાણીને બરાબર હલાવી લો.
  • ત્યારબાદ એક નૉન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
  • પછી લીલા મરચાં, 10-12 પાલકના પાન અને આદુને થોડુ પાણી ઉમેરીને પીસી લો.
  • આ મિશ્રણને દહીંના બાઉલમાં મિક્સ કરો.
  • હવે ગરમ તેલમાં લાલ મરચુ નાખીને સાંતળી લો.
  • તે પછી ડુંગળીને ક્યુબ્સમાં કાપીને પેનમાં મૂકો.
  • આ સાથે રાઈ અને જીરુ ઉમેરો અને ડુંગળી સાથે સાંતળો.
  • ડુંગળી નરમ થાય એટલે તેમાં દહીંનુ મિશ્રણ, મીઠુ અને હળદર ઉમેરો.
  • કઢી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી તેને મધ્યમ તાપ પર હલાવતા રહો.
  • ત્યાર બાદ બાકીની પાલકને બારીક સમારી લો અને તેને કઢીમાં જ મિક્સ કરી દો.
  • કઢીને થોડીવાર થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  • તેને ગરમા-ગરમ ભાત, બાજરીના રોટલા કે ખીચડી સાથે સર્વ કરો.
English summary
Tasty and nutritious palak kadhi simple recipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X