For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Brown Rice Laddu Recipe : શરદીમાં સતત વહી રહ્યું છે નાક, આ ખાસ લાડવો ખાવાથી મળશે રાહત

આજે આપણે શરદીના ઝડપી નુસખા વિશે જાણીશું. આ નુસખો છે બ્રાઉન રાઇશના લાડુ. આ લાડુ સ્વાદમાં તીખા-મીઠા હોય છે, જેથી બાળકોને ખવડાવવામાં પણ સરળતા રહે છે.

|
Google Oneindia Gujarati News

Brown Rice Laddu Recipe : શિયાળો શરૂ થવાની સાથે જ ઠંડી સાથે સાથે શરદી, ઉધરસ અને કફની સમસ્યા સામાન્ય બની જાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. કડવા ઉકાળાથી લઇને રાબ અને હળદરવાળું દુધ પણ પીવે છે.

જેમાં શરદી ઉધરસ મટી તો જાય છે, પણ આ ઇલાજમાં થોડો સમય લાગે છે. આજે આપણે શરદીના ઝડપી નુસખા વિશે જાણીશું. આ નુસખો છે બ્રાઉન રાઇશના લાડુ. આ લાડુ સ્વાદમાં તીખા-મીઠા હોય છે, જેથી બાળકોને ખવડાવવામાં પણ સરળતા રહે છે. ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઇસના લાડુ બનાવવાની રીત ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઇસના લાડુ બનાવવાની રીત ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઇસના લાડુમાં કાળા મરી, લવિંગ, સૂકું આદુ અને ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે, જે તમારા શરીરમાં રહેલી શરદીને ખતમ કરી નાખે છે.

બ્રાઉન રાઈસ લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી - ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઈસ લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી - ( what is Brown Rice Laddu Recipe In gujarati )

  • બ્રાઉન રાઇસ 1/2 કપ (બાફેલા)
  • કાળા મરી 3 ચમચી
  • લવિંગ 1/2 ચમચી
  • સૂકું આદુ 2 ચમચી
  • ગોળ 50 ગ્રામ
બ્રાઉન રાઇસના લાડુ કેવી રીતે બનાવશો? ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઇસના લાડુ કેવી રીતે બનાવશો? ( what is Brown Rice Laddu Recipe In gujarati )

બ્રાઉન રાઈસના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા ચોખા લો.

જે બાદ તમે ચોખાને લગભગ 3-4 વખત પાણીથી સારી રીતે ધોઈ લો.

આ પછી ચોખાને લગભગ 45-60 મિનિટ માટે કપડામાં રાખો.

જે બાદ એક કડાઈમાં બ્રાઉન રાઈસ નાખીને સૂકા શેકી લો અને પ્લેટમાં કાઢી લો.

આ પછી એ જ પેનમાં કાળા મરી, લવિંગ અને સૂકું આદુ નાખો.

જે બાદ આ બધાને ધીમી આંચ પર શેકીને ઠંડુ કરો.

આ પછી શેકેલા ચોખા અને મસાલાને મિક્સરમાં નાખીને બારીક પીસી લો.

જે બાદ એક પેનમાં 1 કપ પાણી અને ગોળના ટુકડા નાખીને બરાબર ઓગાળી લો.

આ પછી તેમાં ચોખા અને પીસીને પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

જે બાદ તમે તેને ધીમી આંચ પર લગભગ 2-3 મિનિટ સુધી પકાવો અને તેને બાઉલમાં કાઢી લો.

આ પછી તમારા હાથને ઘીથી સારી રીતે ગ્રીસ કરો.

જે બાદ તૈયાર કરેલા મિશ્રણને નાના કે મધ્યમ કદના બોલમાં ધીમે ધીમે બનાવો.

હવે તમારા પૌષ્ટિક બ્રાઉન રાઇસના લાડુ તૈયાર છે.

હવે તમે તેને ખાંસી, શરદી અને કફ થાય ત્યારે ખાઇ શકો છો.

English summary
what is Brown Rice Laddu Recipe In gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X