For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહાલી વનડેઃ ભારતનો ઇંગ્લેન્ડ સામે 3-1થી અજેય વિજય

|
Google Oneindia Gujarati News

dhoni
મોહાલી, 23 જાન્યુઆરીઃ ભારતે મોહાલીમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી શ્રેણી પર જીત પાક્કી કરી લીધી છે. મોહાલીમાં જીત મેળવ્યા બાદ ભારત ઇંગ્લેન્ડ કરતા 3-1થી આગળ છે. રવિન્દ્ર જાડેજાએ શાનદાર 3 વિકેટ લીધી હતી જ્યારે રોહિત શર્માએ શાનદાર 83 રન ફટકાર્યા હતા. તેમજ સુરેશ રૈનાએ પણ શાનદાર 89 રન ફટકારી અણનમ રહી ભારતને વિજય અપાવી દીધો હતો.

મોહાલી વનડેમાં ઇંગ્લેન્ડે ભારત સામે 258 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. નિર્ધારિત 50 ઓવરમાં ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કૂકે સર્વાધિક 76 રન અને પીટરસને 76 અને બટલરે 57 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી જાડેજાએ ત્રણ અને શર્મા તથા અશ્વિને 2-2 વિકેટ મેળવી હતી.

અપડેટ 6.19 pm
રોહિત શર્માની અડધી સદી

પોતાના નબળા ફોર્મને લઇને સતત ચર્ચામાં રહેલા રોહિત શર્માએ મોહાલી વનડેમાં અડધી સદી ફટકારતા 76 રન સાથે રમતમાં છે. આ સાથે જ ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુક્સાને 140 થઇ ગયો છે. તેનો સાથ સુરેશ રૈના આપી રહ્યો છે. રૈના 22 રન સાથે રમતમાં છે. ભારતની બીજી વિકેટ વિરાટ કોહલી અને ત્રીજી વિકેટ યુવરાજ સિંહના રૂપમાં પડી છે. કોહલી 26 રન પર અને યુવરાજ 3 રન પર ટ્રેડવેલના શિકાર બન્યા હતા.

અપડેટ 4.44 pm
ભારતને પ્રથમ ઝટકો

ઇંગ્લેન્ડ તરફથી મળેલા 258 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાને ગૌતમ ગંભીરના રૂપમાં પ્રથમ ઝટકો પહોંચ્યો છે. ગૌતમ ગંભીર 10 રનના વ્યક્તિગત સ્કોર પર બ્રેસનનની બોલિંગમાં આઉટ થયો છે. આ સાથે જ ભારતનો સ્કોર એક વિકેટના નુક્સાન પર 23 છે. આ પહેલા ભારતીય ઇનિંગની શરૂઆત ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ કરી હતી. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા (12 રન) રમતમાં છે.

અપડેટઃ 2.49 pm
ઇંગ્લેન્ડની ચાર વિકેટ

ઇંગ્લેન્ડને સ્થિરતા આપી સ્કોરબોર્ડને આગળ વધારી રહેલા કૂકને અશ્વિને 76 રનના વ્યક્તિગત સ્કોર પર એલબી આઉટ કરીને ભારતને મહત્વની સફળતાં અપાવી છે. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ મોર્ગન અને ચોથી વિકેટ પટેલના રૂપમાં પડી હતી. મોર્ગન ત્રણ રન પર અશ્વિનનો અને પટેલ 1 રન પર જાડેજાની ઓવરમાં આઉટ થયો છે. આ સાથે જ 40 ઓવરના અંતે ચાર વિકેટના નુક્સાને 156 રન બનાવી લીધા છે.

અપડેટઃ 2.15 pm
30 ઓવરના અંતે 126 રન

30 ઓવરના અંતે ઇંગ્લેન્ડે એક વિકેટના નુક્સાને 126 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક 76 રન પર અને પીટરસન 36 રન સાથે રમતમાં છે.

અપડેટઃ 1.12 pm
ઇંગ્લેન્ડની એક વિકેટ પડી

પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમની એક વિકેટ 37 રનના સ્કોર પર પડી હતી. પ્રથમ વિકેટ બેલના રૂપમાં પડી હતી. બેલ 20 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉઠ થયો હતો. હાલ કૂક અને પીટરસન રમતમાં છે. કૂક 33 રન પર અને પીટરસન 2 રન પર રમી રહ્યાં છે. આ સાથે જ ઇંગ્લેન્ડે 15 ઓવરના અંતે એક વિકેટના નુક્સાને 53 રન બનાવી લીધા છે.

અપડેટઃ 12.28 pm
ભારતે ટોસ જીત્યો

મોહાલી ખાતે રમાઇ રહેલી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી મળેલા આમંત્રણ બાદ બેટિંગમાં આવેલા ઇંગ્લેન્ડ તરફથી કૂક અને બેલે ઇનિંગની શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડે છ ઓવરના અંતે 28 રન બનાવી લીધા છે. કૂક રન પર અને બેલ રન પર રમી રહ્યાં છે.

અપડેટઃ 11.15 am

પાંચ વનડેની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે, તેથી ટીમ ઇન્ડિયા બનતા પ્રયાસો કરશે કે આજની મેચ જીતીને તે શ્રેણી પર કબજો જમાવી દે.

કોચી અને રાંચીમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ મોહાલીમાં ટીમ ઇન્ડિયાના હોંસલા બુલંદ છે. મોહાલી વનડેને જીતીને ટીમ ઇન્ડિયા માત્ર વનડેમાં નંબર વનના સ્થાને યથાવત નહીં રહે પરંતુ શ્રેણી પણ જીતી જશે. બોલિંગ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો છે, પરંતુ હાલની શ્રેણીમાં બોલર પોતાની ભૂમિકા સારી રીતે નીભાવી રહ્યાં છે. ભુવનેશ્વર કુમાર અને શમી અહમદની જોડીના વખાણ વિરોધી ટીમે પણ કર્યા છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલે કહ્યું કે ભુવનેશ્વર અને શમી અહમદ સારી બોલિંગ કરી રહ્યાં છે અને બન્નેએ સ્વિંગ પર સારું નિયંત્રણ મેળવ્યું છે. તેવામાં અમારા બેટ્સમેનોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બન્ને ઉપરાંત રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા માટે એક મજબૂત કડી સાબિત થઇ રહ્યાં છે. જાડેજા માત્ર પાંચમા બોલર તરીકે જ નહીં પરંતુ લોઅર ઓર્ડરમાં સારી ઇનિંગ પણ રમી રહ્યાં છે.

English summary
4th ODI between India v England at Mohali., dhoni injured, but he will play.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X