Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

માન્ચેસ્ટર, 7 ઑગસ્ટઃ માન્ચેસ્ટર ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટમાં ભારતની કફોળી સ્થિતિ છે. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા ભારતના ટોચના ચાર બેટ્સમેન માત્ર 8 રનના ટીમ સ્કોરમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જેમાં ત્રણ ખેલાડી તો ખાતું ખોલ્યા વગર જ આઉટ થઇ ગયા હતા.

ભારતની બેટિંગ અંગે વાત કરીએ તો શિખર ધવનના સ્થાને ટીમમાં સમાવેશ કરવામા આવેલો ગૌતમ ગંભીર નિષ્ફળ ગયો હતો, ગૌતમ ગંભીર 4 રનના વ્યક્તિગત સ્કોર પર બ્રોડનો શિકાર બન્યો હતો. જ્યારે મુરલી વિજયને એન્ડરસને 0 પર આઉટ કર્યો હતો. આ સિવાય વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે, તે એન્ડરસનનો શિકાર થયો હતો અને એન્ડરસને તેને શૂન્ય પર આઉટ કર્યો હતો. વિરાટ કોહલીની જેમ ચેતેશ્વર પૂજારા પણ શૂન્ય પર આઉટ થયો છે, ચેતેશ્વરને બ્રોડે જોર્ડનના હાથે ઝલાવી દીધો હતો. આ સાથે જ એક રસપ્રદ વાત પણ જાણવા જેવી છેકે જ્યારે પણ વિરોધી ટીમે 25 કરતા ઓછા રનમાં ચાર વિકેટ ગુમાવી છે તેમાં મોટાભાગે ઇંગ્લેન્ડનો પરાજય થયો છે. આ મેચ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ આંકડાઓ પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર-દોશી જેવો કમાલ
આ પણ વાંચોઃ- માઇકલ વૉને કહ્યું લગે રહો જિમ્મી, ભારત સામે સ્લેજિંગ ચાલું રાખ

સુનિલ ગાવસ્કરની બરોબરી

સુનિલ ગાવસ્કરની બરોબરી

એલિસ્ટર કૂકે સફળતાપૂર્વક 106 ટેસ્ટ રમીને સુનિલ ગાવસ્કરની બરોબરી કરી છે અને માર્ક વો અને એલન બોર્ડરને પાછળ છોડી દીધા છે.

ભારતનો સૌથી ખરાબ સ્કોર

ભારતનો સૌથી ખરાબ સ્કોર

આ ભારતનો ત્રીજો સૌથી ખરાબ સ્કોર છે. ભારતના ઇંગ્લેન્ડમાં ખરાબ સ્કોર પર નજર ફેરવીએ તો 5 જૂન 1952માં લીડ્સ ખાતે 0/4, 14 ઑગસ્ટ 1952માં ધ ઓવેલ ખાતે 6/4 અને આજે 7 ઑગસ્ટ 2014ના રોજ 8/4નો સ્કોર રહ્યો છે.

વિરાટનો ત્રીજીવાર શિકાર

વિરાટનો ત્રીજીવાર શિકાર

આ ટેસ્ટ શ્રેણીમાં જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીને ત્રીજીવાર પોતાનો શિકાર બનાવ્યો છે અને તેણે વિરાટને માત્ર 2 રન જ પોતાની વિરુદ્ધ કરવા દીધા છે.

બીજી વાર પહેલી દસ ઓવરમાં ધોનીનું બેટિંગ

બીજી વાર પહેલી દસ ઓવરમાં ધોનીનું બેટિંગ

ધોનીની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં આ બીજી વાર બન્યું છેકે ધોનીએ ટેસ્ટ ઇનિંગમાં પહેલી 10 ઓવરમાં બેટિંગ કરવાનો વારો આવ્યો છે. આ પહેલા મોટેરા ખાતે 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આવું બન્યું હતું.

વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

ઇંગ્લેન્ડ સાથે ત્રણ વખત એવું બન્યુ છેકે તેણે પહેલા દિવસે 25 કરતા ઓછા રનમાં વિરોધી ટીમની ચાર વિકેટ પાડી દીધી હોય ત્યારે ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ ગુમાવવાનો વારો આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X