અંકિત સાથે સાત જનમનો સાથ, તેને ક્યારેય નહીં છોડું : નેહા

મુંબઇ, 1 જૂન : રાજસ્થાન રોયલ્સના ખેલાડી અને આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા અને હાલ લગ્ન કરવા માટે જામીન પર છોડવામાં આવેલા બોલર અંકિત ચવાણની ફિયાન્સી નેહા સાંબરીએ કહ્યું છે કે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં અંકિતની કથિત સંડોવણીના સમાચાર જાણ્યા તે પછી પણ મેં અંકિતને છોડી દેવાનું ક્યારેય વિચાર્યું પણ નથી. તેની સાથે મારે સાત જનમનો સાથે છે.

હું અંકિત સાથે રવિવારે લગ્ન કરીશ, પણ એના પરિવાર સાથે તો મારાં લગ્ન ક્યારના થઈ ચૂક્યા છે. અંકિતથી અલગ થવાનું મેં એક વાર પણ વિચાર્યું નથી, એમ નેહાએ એક મુલાકાતમાં કહ્યું છે. અંકિત અને નેહાનાં રવિવારે લગ્ન છે. દિલ્હીની કોર્ટે અંકિતને તે માટે હાલ જામીન પર છોડ્યો છે અને તેને 6 જૂને ફરી દિલ્હીની તિહાર જેલના સત્તાવાળાઓને શરણે આવી જવાનો આદેશ આપ્યો છે.

અંકિત અને નેહાનાં લવ કમ અરેન્જ્ડ મેરેજ છે. બંને જણ છેલ્લા આઠ વર્ષથી એકબીજાંનાં પરિચય અને પ્રણયમાં છે. નેહાએ કહ્યું છે કે, બીજી જૂનનાં અમારાં લગ્ન તો એક ઔપચારિક્તા માત્ર છે. અમે એકબીજાંને લાંબા સમયથી ખૂબ નિકટથી જાણીએ છીએ. હું અંકિતનાં કુટુંબ સાથે ક્યારની જોડાઈ ગયેલી છું. અંકિત છેલ્લા લગભગ પખવાડિયાથી પોલીસ કસ્ટડીમાં અને ત્યારબાદ તિહાર જેલમાં રહ્યો હતો તે દરમિયાન નેહા અનેક વાર દાદરના શિવાજી પાર્કસ્થિત અંકિતના ઘેર આવતી જતી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X